VIDEO: અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ખાડિયામાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાયેલા માતા-પુત્રી સહિત ત્રણનું રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Khadia House Collapse News: અમદાવાદમાં રવિવારે(13 સપ્ટેમ્બર) સાંજે કાળા-ડિબાંગ વાદળો વચ્ચે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે કોટ વિસ્તારમાંથી મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં ખાડિયા ચાર રસ્તા પાસે જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી હતી.
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ખાડિયામાં મકાન ધરાશાયી
મળતી માહિતી મુજબ, શહેરના ખાડિયા ચાર રસ્તા પાસે આવેલી લાલાભાઈની બારી અને પાંચકુવા દરવાજા પાછળ એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી!
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો કાફલા સાથે સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા 27 વર્ષીય જાનવીબહેન રાણા, 23 વર્ષીય પાર્થ રાણા અને 42 વર્ષીય આશાબહેનને સદ્ભાગ્યે જીવંત હાલતમાં બહાર કાઢ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ કાળા-ડિબાંગ વાદળોથી ઘેરાયું, કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ
ઈજાગ્રસ્ત માતા-પુત્રી સહિત ત્રણેય લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.




