બે કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા, જાણો ક્યાં કેટલી મેઘમહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rain: અમદાવાદમાં આજે (27 જુલાઈ) વહેલી સવારથી જ શરૂ થયેલા સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને એસજી હાઇવે પર આવેલા થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
કારના ટાયર ડૂબ્યા, વાહનચાલકો અટવાયા
વરસાદી પાણીના નિકાલના અભાવે થલતેજ સર્વિસ રોડ પર પરિસ્થિતિ વિકટ બની છે. સર્વિસ રોડ પર વરસાદી પાણી એટલી હદે ભરાઈ ગયા છે કે ત્યાંથી પસાર થતી કારના અડધાથી વધુ ટાયર પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. સવારના સમયે નોકરી અને અન્ય કામકાજ અર્થે નીકળેલા વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આજે સવારે 6થી 9 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયેલા 10 વિસ્તારો
•થલતેજ: 1.95 ઇંચ
•સાયન્સ સિટી: 1.85 ઇંચ
•મેમનગર: 1.46 ઇંચ
•બોડકદેવ: 1.26 ઇંચ
•ચાંદલોડિયા: 1.10 ઇંચ
•મેમકો: 1.00 ઇંચ
•અસારવા: 0.94 ઇંચ
•ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ: 0.94 ઇંચ
•નિકોલ: 0.93 ઇંચ
•કઠવાડા: 0.93 ઇંચ
આ 6 જિલ્લાઓમાં 'ઓરેન્જ ઍલર્ટ'
મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ,ગાંધીનગર અને ખેડાજિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે.
2 કલાકમાં અમદાવાદ જિલ્લામાં જોરદાર વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે તારીખ 27 જુલાઈ 2026 ના રોજ સવારે 6.00 થી 8.00 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સવારના આ બે કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. સવારના બે કલાકમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધૂકા અને ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં નોંધાયો છે. આ બંને તાલુકામાં 32 mm (1.26 inch) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અમદાવાદના દસક્રોઈ અને ધોળકા તાલુકામાં પણ 30 mm (1.18 inch) જેટલો નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
અન્ય તાલુકાઓમાં વરસાદની સ્થિતિ
સુરેન્દ્રનગરના ચુડામાં 22 mm (0.87 inch), બનાસકાંઠાના ડીસામાં 20 mm (0.79 inch), ખેડાના ઠાસરામાં 18 mm (0.71 inch), ગાંધીનગરના દહેગામમાં 17 mm (0.67 inch), અમદાવાદ સિટીમાં 17 mm (0.67 inch), બોટાદના બરવાળામાં 15 mm (0.59 inch), અને આણંદના ખંભાતમાં 13 mm (0.51 inch) વરસાદ નોંધાયો છે.
હળવા ઝાપટાં (10 mm કે તેથી ઓછો)
બનાસકાંઠાના દાંતીવાડા (10 mm) અને ધાનેરા (9 mm), સાબરકાંઠાના તલોદ (10 mm), ભાવનગરના વલ્લભીપુર (10 mm), અરવલ્લીના મેઘરજ (8 mm), પાટણના ચાણસ્મા (7 mm), નવસારીના ગંડેવી (6 mm) તથા સુરેન્દ્રનગરના મૂળી (8 mm) અને લીંબડી (5 mm) તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે.











