Ahmedabad

પ્રજાના પૈસા ધૂળમાં...! ફક્ત 4 વૉર્ડમાં છોડ રોપવાના નામે AMC 68 લાખની માટી ખરીદશે

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોનના 4 વોર્ડમાં છોડ રોપવા ₹68 લાખથી વધુના ખર્ચે માટી અને વોકવે માટે ઈંટનો ભૂકો ખરીદવાનું આયોજન કરાયું છે. ખાલી પ્લોટમાં જ્યાં વૃક્ષો જાતે ઉગે છે, ત્યાં પણ નવા રોપા વાવવા કરોડોનો ખર્ચ કરાશે. 90% વૃક્ષારોપણ પૂર્ણ થયાના દાવા વચ્ચે આ ખર્ચ પર સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રજાના પૈસા ધૂળમાં...! ફક્ત 4 વૉર્ડમાં છોડ રોપવાના નામે AMC 68 લાખની માટી ખરીદશે

Ahmedabad News: પ્રજાના પૈસા ધૂળમાં! અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોનના ફક્ત ચાર વોર્ડના ડિવાઈડર અને ખાલી પ્લોટમાં છોડવા રોપવા 68 લાખ રૂપિયાથી વધુના ખર્ચે માટી તેમજ વોકવે માટે ઈંટનો ભૂકો એટલે છારું ખરીદવાનું આયોજન કરાયું છે. ખાલી પ્લોટમાં જ્યાં જાતે વૃક્ષો ઊગી નીકળતા હોય છે, ત્યાં નવેસરથી ખાડા ખોદી રોપા વાવવા મ્યુનિસિપલ વર્ષે ચારથી પાંચ કરોડ રૂપિયાના ધૂળ-ઢેફાં ખરીદામાં વાપરી નાંખે છે.

90 ટકા વૃક્ષારોપણ પૂરું થઈ ગયું હોવાના દાવા વચ્ચે હવે નવા વૃક્ષો ક્યાં વવાશે? ઉઠતો સવાલ

સામાન્ય રીતે મ્યુનિસિપલ દ્વારા રસ્તા પરના ડિવાઈડર વચ્ચેની જગ્યા, ફૂટપાથ પર તેમજ માર્જિનની જગ્યા, ખાલી પ્લોટમાં છોડવા રોપવામાં આવે છે. ત્યારે વૃક્ષારોપણ માટે ધૂળ-માટી ખરીદવા દર વર્ષે કરોડો રૂપિયા વાપરી દેવાય છે. હાલ દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ, જોધપુર, વેજલપુર અને મક્તમપુરા વોર્ડમાં વિવિધ સ્થળોએ વૃક્ષો વાવવા ૩૯ કરોડની માટી ખરીદવાનું આયોજન કરાયું છે. એક બાજુ મિશન ફાઈવ મિલિયન ટ્રી અંતર્ગત 90 ટકા વૃક્ષારોપણ પૂરું કરી દેવાયું હોવાના દાવા કરાય છે. તો પછી હવે ચોમાસું વીતી જવા આવ્યું છે, ત્યારે આટલા મોટા જથ્થામાં ધૂળ-માટી ખરીદી ક્યાં નાંખવામાં આવશે? તેવો સવાલ ઉઠ્યો છે. ઉપરાંત મ્યુનિસિપલ દ્વારા નર્સરીમાંથી બ્લેક બેગમાં ખરીદાતા છોડ સાથે પહેલેથી જ માટી આવે છે.

તેમ છતાં માટી અલગથી ખરીદવી પડે છે! બીજી બાજુ આ ચારેય વોર્ડના ઓક્સિજન પાર્કમાં વોકવે પર પાથરવા માટે 29 કરોડ રૂપિયાના ખર્ચે ઈંટોનો ભૂકો એટલે છારું ખરીદવામાં આવશે. જો કે આ તો ફક્ત એક ઝોનના ચાર વોર્ડનો ખર્ચ છે. શહેરના સાતેય ઝોન અને 48 વોર્ડમાં ધૂળ-માટીના નામે વર્ષે ચારથી પાંચ કરોડ ધૂળની જેમ જ ઉડાડી દેવાય છે.