Ahmedabad

સુરત જાહેરમાં આરોપીઓને માર મારવાનો મામલો; હાઈકોર્ટે DCP નકુમની બદલી કરવા સરકારને આપ્યો આદેશ

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા અને સરઘસ કાઢવાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુઓમોટો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરતના DCP રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે ટકોર કરી કે સિનિયર અધિકારી હોદ્દા પર રહેશે તો નાના કર્મચારીઓ બોલી નહીં શકે, જેથી નિષ્પક્ષ તપાસ માટે બદલી જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત જાહેરમાં આરોપીઓને માર મારવાનો મામલો; હાઈકોર્ટે DCP નકુમની બદલી કરવા સરકારને આપ્યો આદેશ

Surat DCP Rajdeepsinh Nakum Controversy: સુરતમાં આરોપીઓને જાહેર રસ્તા પર માર મારવાના અને તેનું સરઘસ કાઢવાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે લેવાયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરતના ડીસીપી (DCP) રાજદીપસિંહ નકુમની તાત્કાલિક અસરથી બદલી કરી દેવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.

સિનિયર અધિકારી હોદ્દા પર રહેશે તો નાના કર્મચારીઓ બોલી નહીં શકે: ચીફ જસ્ટિસ

સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સરકાર અને પોલીસ તંત્ર સામે આકરી ટકોર કરતા જણાવ્યું હતું કે, 'પ્રાથમિક તપાસ અહેવાલને યોગ્ય પગલાં લીધા પછી જ ધ્યાને લેવામાં આવશે. હજુ સુધી જવાબદાર અધિકારીને એ જ જગ્યા પર કેમ રાખવામાં આવ્યા છે? જ્યા સુધી તમે સિનિયર પોલીસ અધિકારીને તેમની જગ્યા પરથી હટાવશો નહીં, ત્યાં સુધી તેમની તાબા હેઠળના નાના અધિકારીઓ કે કર્મચારીઓ સાક્ષી તરીકે કશું પણ કહેવાની હિંમત કરશે નહીં. સિનિયર અધિકારી સામે કોઈ નાનો કર્મચારી વિરુદ્ધમાં નહીં બોલે, તેથી પહેલાં તેમની બદલી કરો અને પછી તપાસ આગળ ધપાવો.'

હાઈકોર્ટે ઘટનાની ગંભીરતા નોંધતા ચીફ જસ્ટિસે ઉમેર્યું હતું કે, આ ઘટના અત્યંત ગંભીર છે. જાહેર વિસ્તારમાં બનેલી આ ઘટનાના વીડિયો લોકોએ સોશિયલ મીડિયા પર જોયા છે, જેનાથી લોકોને ભારે આઘાત લાગ્યો છે. આ સ્વીકારી શકાય નહીં. આ ઘટના કેમ બની અને કોણે કરી તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે, પરંતુ તે માટે સૌપ્રથમ સિનિયર અધિકારીની બદલી કરવી અનિવાર્ય છે.

સરકારે કોર્ટને એવી વિનંતી કરી હતી કે કોર્ટ આજ પુરતા કોઇ નિર્દેશો ન કરે સરકાર આવતા અઠવાડિયે તેનું અમલ કરશે. જોકે, કોર્ટે વધુ સુનાવણી આવતા સપ્તાહે મુલતવી રાખી છે.

વર્ષ 2019માં આરોપીઓનું સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુક્યો હતો

કોર્ટમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે ગૃહવિભાગે વર્ષ 21મી મે 2019માં પરિપત્ર બહાર પાડયો છે. તેમા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવેલો છે. છતા ગુજરાતમાં આવી ઘટનાઓ વાંરવાર બની રહી છે. ખેડામાં 2022માં આવી ઘટના બની હતી. ત્યારે પણ કોર્ટે જવાબદારો સામે પગલા લેવા આદેશ કર્યો હતો. પરિપત્રમાં એવું ઠેરવવામાં આવ્યુ છે કે આરોપીને હાથકડી પહેરાવવી, માર મારવો તે આરોપીની પ્રતિષ્ઠાની વિરૂદ્ધ હોવાથી તેના માટે જે-તે વિસ્તારના ડીપીસી, જેસીપી સહિતના તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે.