અગાઉ નકલી પોલીસ, હવે બનાવટી નાયબ મામલતદાર બની રોફ જમાવતો ઠગ ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાંથી ઝડપ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Fake Deputy Mamlatdar Arrested : અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી મોડાસાના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની ખોટી ઓળખ આપીને લોકોમાં રોફ જમાવતા એક યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનું લેમિનેશન કરેલું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ખુલાસો થયો છે કે આરોપી અગાઉ નકલી પોલીસના ગુનાઓમાં પણ પકડાયેલો હતો. આ મામલે મણિનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચની બાતમી અને રેડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મણિનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ બનાવટી પોલીસના ગુનામાં પકડાયેલો કિરીટકુમાર ઉર્ફે કે.બી. બાબુભાઈ જેઠાભાઈ અમીન (ઉં.વ. 40) હાલમાં પોતે ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની ખોટી ઓળખ આપીને દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી ખાનગી વાહનમાં પહોંચીને તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. અંગઝડતી દરમિયાન તેના ખિસ્સામાંથી 'Government of Gujarat - Revenue Department' લખેલું અને નાયબ મામલતદાર હોવાનું દર્શાવતું લેમિનેશન કરેલું આઈકાર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું.
અગાઉ પણ નકલી પોલીસ બની ચૂક્યો છે આરોપી
મૂળ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામનો અને હાલ ઘોડાસરમાં કોમ્ફી હોટેલ બાજુમાં આવેલા એમ્પાયર હાઇટ્સ ફ્લેટમાં રહેતો આ શખ્સ ગુનાહિત માનસિકતા ધરાવે છે. પોલીસ રેકોર્ડ મુજબ તે અગાઉ નકલી પોલીસ બનીને લોકોને ડરાવી-ધમકાવવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. હવે તેણે મહેસૂલ વિભાગના ક્લાસ-2 અધિકારીનું બનાવટી આઈકાર્ડ બનાવીને લોકો પર રોફ જમાવવાનું અને સરકારી કામોના નામે છેતરપિંડી કરવાનું નવું નેટવર્ક શરૂ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.




