Gujarat

સોશિયલ મીડિયાથી હરખાઈને ઓનલાઇન ખરીદતા લોકો સાવધાન, ભણેલી-ગણેલી યુવતીએ પણ ગુમાવ્યા 81000 રૂપિયા

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના દરિયાપુરમાં બૅંકમાં નોકરી કરતી 29 વર્ષીય યુવતી સાથે 81,000 રૂપિયાની સાયબર છેતરપિંડી થઈ છે. યુવતીએ ઇન્સ્ટાગ્રામ પરથી હેર રીમુવર મશીન મંગાવ્યું હતું. પાર્સલમાં બેટરી નીકળતાં તેણે ઓનલાઇન કસ્ટમર કેરનો સંપર્ક કર્યો. ઠગે વોટ્સએપ વીડિયો કોલ કરીને સ્ક્રીન શેર કરાવી Customer.in APK ઇન્સ્ટોલ કરાવી. બાદમાં મોબાઇલ હેક કરી, બે અલગ-અલગ બૅંક ખાતામાંથી 81,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા.

Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયાથી હરખાઈને ઓનલાઇન ખરીદતા લોકો સાવધાન, ભણેલી-ગણેલી યુવતીએ પણ ગુમાવ્યા 81000 રૂપિયા

Ahmedabad News : દરિયાપુરમાં બૅંકમાં નોકરી કરતી યુવતી સાથે 81,000 રૂપિયાનો સાયબર ફ્રોડ થયો છે. યુવતીએ ઇન્સ્ટાગ્રામ પરથી હેર રીમુવર મશીન મંગાવ્યું હતું. પણ, પાર્સલમાં બેટરી નીકળતા તેણે ઓનલાઈન કસ્ટમર કેરનો કોન્ટેક્ટ કર્યો હતો. એ પછી એક ઠગે વોટ્સએપ પર વીડિયો કોલ કરી યુવતીને સ્ક્રીન શેર કરવાનું કહીને તેના મોબાઇલમાં Customer.in APK નામની ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી. આ પછી ઠગે મોબાઇલ હેક કરીને યુવતીના બે અલગ-અલગ બૅંક ખાતામાંથી કુલ 81,000 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

રિપ્લેસમેન્ટના બહાને વીડિયો કોલ કરી સ્ક્રીન શેર કરાવી

દરિયાપુર વિસ્તારમાં રહેતી અને એક પ્રાયવેટ બૅંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં VSRM તરીકે નોકરી કરતી એક 29 વર્ષીય યુવતી સાયબર ફ્રોડ થયો છે. ગત 15 સપ્ટેમ્બરે રાતે ઇન્સ્ટાગ્રામ પર હેર રીમૂવર મશીનની રીલ જોઈ હતી. રીલના ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરીને તેમણે કેશ ઓન ડિલિવરીથી ઑર્ડર કર્યો હતો. આ પછી 18 સપ્ટેમ્બરના રોજ ઑર્ડર તેમના ઘરે પહોંચતા તેમણે રોકડા રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ બોક્સ ખોલીતા તેમાંથી હેર રીમૂવર મશીનની જગ્યાએ બેટરી નીકળી હતી. આ અંગે ડિલિવરી બોયને ફોન કરતાં તેણે જે સાઇટ પરથી ઑર્ડર કર્યો હોય ત્યાંથી રિપ્લેસમેન્ટ કરાવવા કહ્યું હતું. આ પછી 19 સપ્ટેમ્બરે યુવતીએ બોક્સ પર આપેલી શોપીફાય કસ્ટમર કેર ડોટ કોમ પર લોગિન કર્યું હતું. ત્યાં આપેલા ટોલ ફ્રી અને અન્ય નંબર પર ફોન કરતાં સામેવાળી વ્યક્તિએ ઑર્ડર રિપ્લેસમેન્ટ માટે વોટ્સએપ નંબર માંગ્યો હતો. યુવતીએ પોતાનો વોટ્સએપ નંબર આપતા ઠગે વોટ્સએપ પર વીડિયો કોલ કર્યો હતો. કોલ દરમિયાન લેપટોપની સ્ક્રીન દેખાતી હતી અને વ્યક્તિએ પોતાનું નામ સુમિત પરમાર હોવાનું કહીને યુવતીને મોબાઇલમાં સ્ક્રિન શેર કરવા કહ્યું હતું.

APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી ફોન હેક કર્યો, શંકા ગઈ ત્યાં સુધીમાં 81 હજાર ઉપડ્યા

આ દરમિયાન ઠગે યુવતીને Customer.in APK નામની ફાઇલની લિંક મોકલી હતી અને તેના પર ક્લિક કરીને ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ફરિયાદીને મોબાઇલની સેટિંગ્સમાં જઈને પરમિશન આપવા માટે કહેવામાં આવ્યું હતું. યુવતીએ આ પ્રોસેસ કરતાં ઠગે તેમના મોબાઇલમાં રહેલું વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પણ ડિલીટ કરાવ્યું હતું. બાદમાં ઠગે ગૂગલ પે ખોલવા માટે કહ્યું હતું, પરંતુ યુવતીને શંકા જતા તેમણે વીડિયો કોલ બંધ કરી દીધો અને નંબર બ્લોક કરી દીધો હતો. આ પછી મોબાઇલમાં મોબાઇલ બંધ પણ ન થતો હોવાથી તેમણે મોબાઇલ શોપ પર જઈ તપાસ કરાવી હતી. ત્યારે ગૂગલ પે ફરીથી ડાઉનલોડ કરીને બંને બૅંક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરતાં એક બૅંક એકાઉન્ટમાંથી 45,000 અને બીજા બૅંક એકાઉન્ટમાંથી 36,000 સહિત કૂલ 81,000ની રૂપિયા ઠગે ટ્રાન્સફકર કરી લીધા હતા. આ અંગે જાણ થતાં યુવતીએ સાયબર ક્રાઇમમાં કોલ કર્યો હતો એ પછી દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.