Ahmedabad

અમદાવાદ: પાલડી પોસ્ટ ઓફિસમાં ₹10,000ની લાંચ લેતા મહિલા સબ-પોસ્ટમાસ્ટર ઝડપાઈ

By GS Team
19 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના પાલડી સબ પોસ્ટ ઓફિસમાં ACBએ 59 વર્ષીય મહિલા સબ-પોસ્ટમાસ્ટર પલ્લવી ઉપાધ્યાયને ₹10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. પાર્સલ સંબંધિત ઓર્ડરની આગળની પ્રક્રિયા ન કરવા માટે ₹30,000ની લાંચ માંગવામાં આવી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા મહેસાણા ACBએ છટકું ગોઠવી તેમને ઝડપી પાડ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પાલડી પોસ્ટ ઓફિસમાં ₹10,000ની લાંચ લેતા મહિલા સબ-પોસ્ટમાસ્ટર ઝડપાઈ

Ahmedabad Paldi PO Sub Postmaster Caught Taking Bribe: અમદાવાદ શહેરના પાલડી સબ પોસ્ટ ઓફિસમાં ₹10,000ની કથિત લાંચ લેવા બદલ 59 વર્ષીય મહિલા સબ-પોસ્ટમાસ્ટરને એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ શનિવારે(19 સપ્ટેમ્બર) રંગે હાથે ઝડપી પાડ્યા છે.

પાલડી પોસ્ટ ઓફિસમાં ₹10,000ની લાંચ લેતા મહિલા સબ-પોસ્ટમાસ્ટર ઝડપાઈ

ACBના જણાવ્યા અનુસાર, આરોપી સબ-પોસ્ટમાસ્ટર પલ્લવી કિરણકુમાર ઉપાધ્યાયે એક નાગરિક પાસે નોડલ ડિલિવરી સેન્ટર(NDC) પાર્સલ સંબંધિત ઓર્ડરને લઈને પાર્સલ ઓફિસ ખાતે આગળની પ્રોસેસ ન થાય તે માટે ₹30,000ની લાંચ માગી હતી.

ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી અધિકારીઓને સમગ્ર મામલે જાણ કરી હતી. આ પછી, મહેસાણા ACB પોલીસ અધિકારીઓએ 19 સપ્ટેમ્બરના રોજ પાલડી સ્થિત સબ પોસ્ટ ઓફિસ ખાતે છટકું ગોઠવ્યું હતું.

મહેસાણા ACBએ ગોઠવ્યુ છટકું

ACBએ જણાવ્યું કે, વાટાઘાટો બાદ કથિત લાંચની રકમ ઘટાડીને ₹10,000 કરવામાં આવી હતી. છટકા દરમિયાન ઉપાધ્યાયે પોસ્ટમાસ્ટરની ઓફિસમાં ફરિયાદી પાસેથી ₹10,000 કથિત રીતે સ્વીકાર્યા હતા અને ACBની ટીમે તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. બાદમાં પૂરેપૂરી રકમ રિકવર કરી લેવામાં આવી હતી.

ACBએ ગેરકાયદે રીતે નાણાંની માંગણી અને સ્વીકારવાના મામલે ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ રેડ મહેસાણા ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા પાડવામાં આવી હતી.