Ahmedabad

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: હાઈવે પર બેઠેલા પશુઓ પર કાર ફરી વળતાં 5 પશુઓના મોત

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર રામનગરના પાટીયા નજીક ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કાર અંધારામાં બેઠેલા પશુઓ પર ફરી વળતા 5 પશુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કાર 4થી 5 પલટી ખાઈ ગઈ હતી, જેમાં 1 વ્યક્તિ અને 2 પશુઓ ઈજાગ્રસ્ત થયા. જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક પહોંચી ઈજાગ્રસ્ત પશુઓને સારવાર આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: હાઈવે પર બેઠેલા પશુઓ પર કાર ફરી વળતાં 5 પશુઓના મોત

Bagodara-Bavla Highway Accident: અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર રામનગરના પાટીયા નજીક ગતમોડી (26મી સપ્ટેમ્બર) રાતે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર અંધારામાં બેઠેલાં પશુઓ પર પૂરપાટ ઝડપે આવતી એક કાર ફરી વળતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 5 પશુઓના મોત થયા હતા. જ્યારે 1 વ્યક્તિ અને 2 પશુઓ ઈજાગ્રસ્ત થયા હતા.

કાર 4થી 5 પલટીઓ ખાઈ ગઈ

મળતી માહિતી અનુસાર, રામનગરના પાટીયા નજીક હાઈવે પર અંધારામાં પશુઓ બેઠા હતા, આ દરમીયાન ત્યાંથી પસાર થઈ રહેલા કારચાલકે કાબૂ ગુમાવતાં કાર પશુઓ પર ફરી વળી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર માર્ગ પર 4થી 5 પલટીઓ ખાઈ ગઈ હતી. આ અકસ્માતના પગલે કારમાં સવાર 1 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ બાવળાના જીવદયા પ્રેમીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જીવદયા પ્રેમીઓએ ત્વરિત કામગીરી દાખવી પશુ ચિકિત્સકને ઘટનાસ્થળે જ બોલાવી લીધા હતા. ઈજાગ્રસ્ત 2 પશુઓને તાત્કાલિક સારવાર અને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો, ત્યારબાદ સ્થાનિક તંત્ર અને જીવદયા પ્રેમીઓની મદદથી માર્ગ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.