Ahmedabad

અમદાવાદમાં નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ, AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક તૈયાર

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 9 જુલાઈએ નવી અત્યાધુનિક RTO કચેરીનું લોકાર્પણ થયું છે. હવેથી RTOના તમામ કામકાજ અહીં થશે. અરજદારોની સુવિધા માટે 3 માળમાં 17 વિભાગો ગોઠવવામાં આવ્યા છે. આ નવી કચેરી સંપૂર્ણ વાતાનુકૂલિત છે અને AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ શરૂ કરાયો છે. આનાથી નાગરિકોનો સમય બચશે અને પ્રક્રિયા ઝડપી બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ, AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક તૈયાર

New RTO Office Ahmedabad: અમદાવાદ ખાતે આજે (નવમી જુલાઈ) નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવેથી આરટીઓને લગતા તમામ કામકાજ અહીં નવી કચેરીઓમાં થશે. છેલ્લા કેટલાક દિવસથી નવી કચેરીમાં સિસ્ટમ સેટ કરવાની પ્રોસેસ કરવામાં આવી રહી હતી. ધીમે ધીમે બાકી સિસ્ટમ પણ અહીં સેટ કરીને આ કચેરી ચાલુ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે આજે અમદાવાદ આરટીઓ કચેરી ખાતે નવા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના ટ્રેકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

નવી કચેરીમાં ફુલ એર કન્ડિશનર

મહત્ત્વનું છે કે આ નવી આરટીઓ કચેરી એકદમ ફુલ એર કન્ડિશનર છે. અરજદારોને સરળતા રહે એટલે અલગ અલગ વિભાગોની વ્યવસ્થિત ગોઠવણી કરવામાં આવી છે. અહીં મોટી સંખ્યામાં અરજદારો આવે તો પણ ભીડભાડ ન થાય તે માટેનું પ્લાનિંગ અલગ અલગ દેશ પર કરવામાં આવ્યું છે. આરટીઓની નવી કચેરીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અલગ અલગ ટ્રેક ઉપરાંત વાહનોના પાર્કિંગ માટેની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે અલગ અલગ વિભાગો પણ ત્રણ ફ્લોર ની અંદર બનાવવામાં આવ્યા છે.

3 ફ્લોરમાં વિભાજિત કરાયા વિવિધ 17 ડિપાર્ટમેન્ટ્સ

અરજદારોની સરળતા માટે આખી કચેરીના અલગ-અલગ વિભાગોને 3 ફ્લોરની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે, જેમાં..

  • P.R.O. (જનસંપર્ક અધિકારી) ઓફિસ
  • ટેસ્ટ રૂમ
  • લાઇસન્સ સેક્શન: નોન ફેસલેસ, ફોટો કેપ્ચર, લાઇસન્સ બેકલોગ અને લાઇસન્સ સુધારણા વિભાગ
  • રીટર્ન અને આંતરરાષ્ટ્રીય વિભાગ: આરસી (RC) રીટર્ન, લાઇસન્સ રીટર્ન અને ઇન્ટરનેશનલ લાઇસન્સ કામકાજ
  • પબ્લિક વેટિંગ એરિયા (જાહેર રાહ જોવાની જગ્યા)
  • ટ્રેક ટેસ્ટ રજિસ્ટ્રેશન (નોંધણી)
  • ટ્રેક ટેસ્ટ વીડિયો ડિસ્પ્લે એરિયા
  • સ્ટાફ બેઠક વ્યવસ્થા
  • A.R.T.O. ઓફિસ
  • ઇન્સ્પેક્ટર ઓફિસ
  • આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફિસ
  • સ્પેશિયલ વેટિંગ એરિયા
  • જાહેર શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા
  • સ્ટાફ શૌચાલય અને પીવાનું પાણી
  • હાઈટેક સર્વર રૂમ
  • AHU રૂમ
  • અન્ય સુવિધાઓ: દાદર, લિફ્ટ, જાહેર શૌચાલય, ફાયર સેફ્ટી અને હોઝ રીલની આધુનિક સિસ્ટમ

નવી કચેરીમાં હજુ પણ બાકી રહેલી થોડીઘણી સિસ્ટમ્સને ધીમે-ધીમે સેટ કરીને ટૂંક જ સમયમાં તમામ સેવાઓ સંપૂર્ણપણે સો ટકા લાઈવ કરી દેવામાં આવશે. આ અત્યાધુનિક વ્યવસ્થાથી અમદાવાદના નાગરિકોનો સમય બચશે અને વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બનશે.