Ahmedabad

VIDEO: ન જીવની પડી છે, ન તો ટ્રાફિકના નિયમોની! બાઈકમાં યુવકને ખભે બેસાડી સ્ટંટબાજી, અમદાવાદનો વીડિયો વાઈરલ

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં બાઈક પર જીવલેણ સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. અશોક ઠાકોર, અલ્કેશ કનોજીયા અને મિતેશ ઝાલા નામના 3 યુવકોએ એકબીજાના ખભા પર બેસી જોખમી સ્ટંટ કર્યા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો થતાં એલિસબ્રિજ પોલીસે નંબર પ્લેટના આધારે ત્રણેયની ધરપકડ કરી ગુનો નોંધી દાખલારૂપ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ન જીવની પડી છે, ન તો ટ્રાફિકના નિયમોની! બાઈકમાં યુવકને ખભે બેસાડી સ્ટંટબાજી, અમદાવાદનો વીડિયો વાઈરલ

Ahmedabad Bike Stunt: અમદાવાદમાં દિવસેને દિવસે નબીરાઓ છાકટા થઈ રહ્યા છે. છાસવારે સોશિયલ મીડિયામાં રોલો પાડવા બાઈક પર જીવના જોખમે સ્ટંટ કરતાં વીડિયો સામે આવે છે. એવામાં વધુ એક વીડિયો એલિસબ્રિજ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક શખ્સ બાઈક હંકારી રહ્યો છે તેની પાછળ બે લોકો સવાર છે, ત્યાંથી ન અટકતા બાઈકમાં છેલ્લે બેઠેલો યુવક ખભા પર અન્ય એક યુવકને બેસાડીને જીવલેણ સ્ટંટ કરી રહ્યો છે.

એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો

મળતી માહિતી મુજબ આ વીડિયો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. આ જીવલેણ સ્ટંટ કરનાર ચાલકનું નામ અશોક રમેશભાઈ ઠાકોર છે, અન્ય યુવકોની ઓળખ અલ્કેશ હરીશભાઈ કનોજીયા અને મિતેશ કેતનભાઈ ઝાલા તરીકે થઈ છે. તમામ આરોપીઓ નાની હમામની પોળ, માતાવાળો ખાંચો ઘી-કાંટાના હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સ્ટંટ કરનારાઓની ધરપકડ

ઉલ્લેખનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા એલિસબ્રિજ પોલીસ એક્શનમાં આવી હતી અને નંબર પ્લેટના આધારે આરોપીઓને ધરપકડ કરી હતી. જીવલેણ સ્ટંટ કરનારા સામે ગુનો નોંધી દાખલારૂપ કાર્યવાહી હાથ ધરી છે.