Ahmedabad

અમદાવાદ: પાડોશમાં આવતા-જતા સગીરાને ફસાવી 1 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આરોપી યુવકની ધરપકડ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાણીલીમડાના ઇમ્તિયાઝ ઉર્ફે બાબુ શેખે લગ્નની લાલચ આપી એક વર્ષથી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. લગ્ન કરવાનો ઇનકાર કરતા, ઇસનપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મ હેઠળ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પાડોશમાં આવતા-જતા સગીરાને ફસાવી 1 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આરોપી યુવકની ધરપકડ

Ahmedabad News: ​અમદાવાદના ​ઇસનપુરના શાહઆલમ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષથી વારંવાર દુષ્કર્મ આચરનાર દાણીલીમડાના આરોપીની ઇસનપુર પોલીસે પોક્સો અને દુષ્કર્મના ગુના હેઠળ ધરપકડ કરી છે. આરોપીએ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સગીરા પર એક વર્ષથી દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ

શહેરના શાહઆલમ વિસ્તારમાં રહેતી 50 વર્ષીય મહિલા પોતાની 16 વર્ષીય સગીર પુત્રી સહિત બાળકો સાથે રહે છે. સગીરા ઘરમાં રોજિંદા કામકાજમાં માતાને મદદ કરતી હતી. દરમિયાન સવારે અચાનક સગીરા રડવા લાગતાં માતાએ કારણ પૂછ્યું હતું. સગીરાએ જણાવ્યું કે, 'દાણીલીમડામાં રહેતો ઈમ્તિયાઝ ઉર્ફે બાબુ શેખ બાજુમાં રહેતા પાડોશીના ઘરે આવતો ત્યારે બંને વચ્ચે પરિચય થયો હતો. ઈમ્તિયાઝે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી પાડોશીના ઘરે બોલાવી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. હવે તે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો છે.'

આ પણ વાંચો: અમદાવાદના કોટ વિસ્તારના PIની ચેમ્બરમાં ઘૂસી ઉંદરે ભર્યું બચકું, ગુનેગારોને પકડતી પોલીસ મોડી રાત સુધી 'ઓપરેશન મૂષક'માં જોતરાઈ

​આ સાંભળી સગીરાની માતા યુવકના ઘરે ઠપકો આપવા પહોંચી હતી. જો કે, ઈમ્તિયાઝ અને તેના પરિવારે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ઈમ્તિયાઝે સગીરાને ઓળખવાનો પણ ઇનકાર કરી માતાને ઘરેથી કાઢી મૂકી હતી. માતાએ સગીરાને ફરી પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી હતી. આખરે માતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે બાબુ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.