Ahmedabad

ગુજરાત પર આકાશી આફત: 3 કલાક માટે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યભરમાં તંત્ર સ્ટેન્ડબાય

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં આજે 1 ઓગસ્ટે હવામાન વિભાગે સવારે 7 થી 10 વાગ્યા માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદમાં રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદ, વડોદરા સહિત મોટાભાગના વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પર આકાશી આફત: 3 કલાક માટે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યભરમાં તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Rain Alert: રાજ્યમાં મેઘરાજા ભારે બેટિંગ કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે (પહેલી ઓગસ્ટ) સવારે 7:00થી 10:00 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર કરવામાં આવી છે. આ આગાહી અંતર્ગત રાજ્યના અલગ-અલગ વિસ્તારો માટે રેડ, ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં આકાશી આફત

હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓ માટે ખાસ રેડ ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં ઓરેન્જ' અને 'યલો ઍલર્ટ

કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો તથા ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદ માટે ઓરેન્જ ઍલર્ટ અપાયું છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા ઉપરાંત દક્ષિણ અને પૂર્વ ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત, નવસારી, ખેડા, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. નોંધનીય છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે:

પ્રશાસન અને NDRF-SDRF ઍલર્ટ મોડ પર

હવામાન વિભાગની આ ચેતવણી બાદ રાજ્ય પ્રશાસન સંપૂર્ણ રીતે હરકતમાં આવી ગયું છે. તમામ જિલ્લા કલેક્ટરોને ઍલર્ટ મોડ પર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારે વસતા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય કરી દેવાઈ છે.