Ahmedabad

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ! 141 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં સિઝનનો 54.28 ટકા વરસાદ પૂર્ણ

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં આજે 141 તાલુકામાં 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો, રાજ્યનો સરેરાશ વરસાદ 54.28 ટકા થયો. દાહોદના લીમખેડામાં 2 ઇંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ! 141 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં સિઝનનો 54.28 ટકા વરસાદ પૂર્ણ

Gujarat Rainfall Update : ગુજરાતના 141 તાલુકામાં આજે 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં સરેરાશ વરસાદ વધીને હવે 54.28 ટકા થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી 1 સપ્તાહ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ યથાવત છે. દક્ષિણ પર હજી પણ વરસાદનો ખતરો છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતમાં મન મુકીને

આજે દાહોદ, પંચમહાલ, મહીસાગર, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ જોવા મળ્યું હતું. જેમાં દાહોદના લીમખેડામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ખેડાના મહેમદાવાદમાં 1.75 ઈંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.75 ઈંચ, અમદાવાદના દસક્રોઈમાં 1.55 ઈંચ, પાલનપુરમાં 1.50 ઈંચ, ખેડાના કઠલાલમાં 1.50 ઈંચ અને ઠાસરામાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો તેમાં અમદાવાદના ધોલેરા-ધોળકા-ધંધુકા, વલસાડના નાનાપોંઢા, સુરેન્દ્રનગરના ચૂડા, આણંદના ખંભાત, અરવલ્લીના સાઠંબા-બાયડ, ડાંગ, બનાસકાંઠાના ડીસા અને વલસાડના કપરાડાનો સમાવેશ થાય છે.

પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે વાવ થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા અને તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.