Ahmedabad

અમદાવાદ–વિરમગામ રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ, રૂટ બદલાયો, દુરંતોના સમયપત્રકમાં પણ ફેરફાર

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ-વિરમગામ રેલટ્રેક પર ભારે વરસાદથી જળભરાવ થતાં ટ્રેન સેવાને અસર થઈ છે. પશ્ચિમ રેલવે દ્વારા 24 જુલાઈ, 2026ના રોજ 69186/69185 વિરમગામ–અમદાવાદ–વિરમગામ MEMU અને 59512/59511 વિરમગામ–મહેસાણા–વિરમગામ પેસેન્જર રદ કરાઈ છે. કેટલીક ટ્રેનો આંશિક રદ, જ્યારે 16335 ગાંધીધામ–નાગરકોઇલ એક્સપ્રેસ સહિત અન્યના રૂટ બદલાયા છે. 12297 અમદાવાદ–પૂણે દુરંતો એક્સપ્રેસનો સમય પણ મોડો કરાયો છે. મુસાફરોને અપડેટ્સ તપાસવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ–વિરમગામ રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ, રૂટ બદલાયો, દુરંતોના સમયપત્રકમાં પણ ફેરફાર

Gujarat Rain News: અમદાવાદ ડિવિઝનના અમદાવાદ–વિરમગામ રેલટ્રેક પર છારોડી અને વીરમગામ સ્ટેશનો વચ્ચે ભારે વરસાદને કારણે થયેલા જળભરાવના પગલે અનેક ટ્રેનોના સંચાલન પર અસર પહોંચી છે. પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે, કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોનો માર્ગ બદલવામાં આવ્યો છે. ઉપરાંત અમદાવાદ–પૂણે દુરંતો એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

કઈ કઈ ટ્રેન સેવાને અસર

  • રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, 24 જુલાઈ, 2026 ના રોજ ટ્રેન નં. 69186/69185 વિરમગામ–અમદાવાદ–વિરમગામ MEMU તેમજ ટ્રેન નં. 59512/59511 વિરમગામ–મહેસાણા–વિરમગામ પેસેન્જર સંપૂર્ણપણે રદ રહેશે.
  • આ ઉપરાંત, ટ્રેન નં. 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ 24 જુલાઈના રોજ સુરેન્દ્રનગરથી ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ 25 જુલાઈના રોજ ગાંધીનગર કેપિટલથી સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે.
  • જળભરાવને કારણે ટ્રેન નં. 16335 ગાંધીધામ–નાગરકોઇલ એક્સપ્રેસ, 94802 ધ્રાંગધ્રા–અમદાવાદ નમો ભારત રેપિડ રેલ અને 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસનું સંચાલન 24 જુલાઈના રોજ વિરમગામ–કટોસણ રોડ–કલોલ–અમદાવાદ માર્ગ પરથી ડાયવર્ટ કરીને કરવામાં આવશે.
  • તે ઉપરાંત ટ્રેન નં. 12297 અમદાવાદ–પૂણે દુરંતો એક્સપ્રેસનું પ્રસ્થાન પણ મુલતવી રાખવામાં આવ્યું છે. આ ટ્રેન 24 જુલાઈના રોજ રાત્રે 10:30 વાગ્યે અમદાવાદથી ઉપડવાની હતી, પરંતુ હવે તે 25 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે 2:10 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરશે.

પશ્ચિમ રેલવેની મુસાફરોને અપીલ

પશ્ચિમ રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિની તપાસ કરીને જ પ્રવાસ માટે નીકળે.