Ahmedabad

નારોલ સ્થિત પાર્કિંગમાં લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો જપ્ત કરાયો

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના નારોલ શાહવાડીમાં પાર્ક કરેલી રાજસ્થાનની લક્ઝરી બસમાંથી પોલીસે ₹18 લાખનો 1200 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ડ્રાઈવર મુકેશ મેઘવાલની પૂછપરછમાં બસ માલિક અજય સામરિયાએ મોનુ અને સાગર ખટીકને પહોંચાડવા દારૂ ભરાવ્યો હોવાનું ખુલ્યું. લક્ઝરી બસો દ્વારા દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક સામે આવ્યું છે, જેમાં બસ સંચાલકો પણ સામેલ હોવાનું જણાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નારોલ સ્થિત પાર્કિંગમાં લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદ, શુક્રવાર

નારોલ શાહવાડી સ્થિત શાહવાડીમાં આવેલા પાર્કિંગમા રાજસ્થાનથી આવેલી એક લક્ઝરી બસમા ડ્રાઇવર દારૂનો જથ્થો લાવ્યો હોવાની બાતમીના આધારે નારોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ વી લુવાએ સ્ટાફ સાથે રાતના સમયે તપાસ કરતા બસમાંથી ૧૨૦૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.પોલીસે બસના ચાલક મુકેશ મેઘવાલ ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બસના માલિક અજય સામરિયાએ દારૂનો જથ્થો ભરાવ્યો હતો. જે અમદાવાદમાં રહેતા મોનુ ખટીક અને સાગર ખટીકને પહોંચતો કરવાનો હતો. પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી હતી કે બસ ચાલક અગાઉ પણ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવ્યો હતો. નારોલ પોલીસે બસ અને વિદેશી દારૂ સહિત ૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોનુ ખટીક અને સાગર ખટીકને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. આ બંને બુટલેગરો રાજસ્થાનથી આવતી લક્ઝરી બસમાં નિયમિત રીતે દારૂ મંગાવતા હતા.

ત્યારે નારોલ પોલીસના દરોડાથી એક ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રાજસ્થાનથી શાહીબાગમાં તેમજ અન્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આવતી લક્ઝરી બસમાં દારૂનો જથ્થો સપ્લાય કરતા બુટલેગરોની સંખ્યા વધી છે. કારણ કે ટ્રક કે કારમાં દારૂ લાવતા સમયે વાહન ચેકિંગ વઘારે હોવાથી જોખમ રહે છે. જેથી લક્ઝરી બસના સંચાલકો જ બુટલેગરની સાથે સપ્લાયર્સ બની ગયા છે.