Ahmedabad

અમદાવાદ: લાલ દરવાજાના બહુચર માતાજીના મંદિરમાંથી સવા લાખનો મોબાઈલ ચોરાયો, ચોરીની ઘટના CCTVમાં કેદ!

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના લાલ દરવાજા સ્થિત બહુચર માતાજીના મંદિરે દર્શનાર્થે આવેલા 69 વર્ષીય અજયકુમાર જરદોશનો 1,23,500 રૂપિયાનો iPhone 17 Pro Max ચોરાઈ ગયો. 16 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 11:30 વાગ્યે દર્શન દરમિયાન ભીડનો લાભ લઈ અજાણ્યો શખસ ફોન સેરવી ગયો. કારંજ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: લાલ દરવાજાના બહુચર માતાજીના મંદિરમાંથી સવા લાખનો મોબાઈલ ચોરાયો, ચોરીની ઘટના CCTVમાં કેદ!

Ahmedabad Lal Darwaja Temple iPhone Theft CCTV: અમદાવાદના પ્રસિદ્ધ લાલ દરવાજામાં બહુચર માતાજીના મંદિરે દર્શનાર્થે આવેલા એક વૃદ્ધ ભક્તનો કિંમતી મોબાઈલ ચોરાયોના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ભક્તિભાવમાં તલ્લીન થયેલા એક નિવૃત્ત નાગરિકની નજર ચૂકવીને શખસે તેમના ખિસ્સામાંથી લાખો રૂપિયાની કિંમતનો આઈફોન સેરવી લીધો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર વૃદ્ધે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બહુચર માતાજીના મંદિરમાં શ્રદ્ધાળુના ખિસ્સામાંથી આઈફોનની ચોરી

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં દેવર્ષ બંગ્લોઝ ખાતે રહેતા 69 વર્ષીય નિવૃત્ત અજયકુમાર અશોકભાઈ જરદોશ ગત 16 ઓગસ્ટ 2026ના રોજ સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના ઉપયોગ માટે 1,23,500 રૂપિયાનો નવો 'iPhone 17 Pro Max' ખરીદ્યો હતો. મંદિરમાં જ્યારે તેઓ માતાજીની આરાધનામાં મગ્ન હતા, બરાબર તે જ સમયે ભીડનો લાભ લઈને અજાણ્યા શખસે તેમના પેન્ટના ખિસ્સામાંથી આ મોંઘોદાટ ફોન કાઢી લીધો હતો.

આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં AMC ફૂડ વિભાગના દરોડા: ઘી, પનીર અને મીઠાઈના 500થી વધુ સેમ્પલ લેવાયા!

દર્શન પૂર્ણ કર્યા બાદ જ્યારે અજયકુમારે પોતાનો ફોન તપાસ્યો ત્યારે તો ગાયબ હતો. આજુબાજુના વિસ્તારમાં અને પરિચિતોમાં ઘણી શોધખોળ કરવા છતાં ફોનનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે તેમણે કાયદાકીય મદદ લેવાનું નક્કી કર્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં કારંજ પોલીસે મંદિર અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.