વટામણ-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત: અજાણ્યા ટ્રકે ટક્કર મારતાં 8 પશુઓના કરુણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદ જિલ્લાના વટામણ-બગોદરા હાઈવે પર મેમર ગામ પાસે મોડી રાત્રે એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા પશુઓના ટોળા પર એક અજાણ્યા ટ્રક ચાલકે વાહન ચલાવી દેતાં આઠ જેટલા નિર્દોષ પશુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર અને JCBથી નિકાલ
અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ મૃત પશુઓને JCBની મદદથી ઊંડો ખાડો ગાળી યોગ્ય રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
ચોમાસામાં પશુઓ માટે જોખમી બનતા હાઈવે
આ ઉપરાંત બાવળા-બગોદરા હાઈવે પર વાહન વ્યવહાર દરમિયાન દૈનિક ધોરણે 2 થી 3 પશુઓ અકસ્માતનો ભોગ બન્યા કરતા હોય છે. જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા છે. ચોમાસાની ઋતુની શરૂઆતથી અત્યાર સુધીમાં આ હાઈવે પર અકસ્માતોમાં 30 થી વધુ પશુઓ જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 25 થી વધુ પશુઓ ઇજાગ્રસ્ત થયા છે.
જીવદયા પ્રેમીઓની કડક પગલાંની માંગ
ઘટના બાદ બાવળાના પશુ પ્રેમીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત પશુઓને પ્રાથમિક સારવાર આપતા હોય છે. જો જરૂર લાગે તો વધુ સારવાર અર્થે તેઓને ભાભર ગૌશાળા ખાતે ખસેડવામાં આવતા હોય છે. જીવદયા પ્રેમીઓએ હાઈવે પર રખડતા પશુઓ અને બેફામ દોડતા વાહનો પર અંકુશ લાવવા તંત્ર પાસે કડક પગલાંની માંગ કરી છે.




