બિસ્માર રસ્તા, ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ મામલે હાઇકોર્ટ લાલઘૂમ: 3 સપ્તાહમાં પાર્કિંગ-ટ્રાફિકની રિવાઇઝ પોલિસી રજૂ કરવા આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court News: રાજ્યમાં બિસ્માર રસ્તા, વ્યાપક ટ્રાફિક સમસ્યા તેમજ ધ્વનિ પ્રદૂષણ અંગે દાખલ કરાયેલી કન્ટેમ્પટ પિટિશન પર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ. વાય. કોગ્જે અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠ સમક્ષ મહત્ત્વની સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે રોડ અને ટ્રાફિકની કથળતી સ્થિતિ અંગે ગંભીર વલણ અપનાવતા સરકારને પાર્કિંગ અને ટ્રાફિકની રિવાઇઝ પોલિસી રજૂ કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે, જ્યારે ધ્વનિ પ્રદૂષણ મામલે 18મી ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
ફૂટપાથ દબાણ અને ટ્રાફિક મુદાઓ
અરજદાર પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશો હોવા છતાં શહેરીજનોને ફૂટપાથનો અધિકાર મળી રહ્યો નથી અને ફૂટપાથ પર સતત ગેરકાયદે દબાણો વધતા જાય છે. અરજદાર અમિત પંચાલે દલીલ કરી હતી કે, કારગિલ જંકશન પર યોગ્ય રીતે વાહનોનું પાર્કિંગ ન થવાને કારણે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જ્યારે હાઈકોર્ટની ટકોર કરી હતી કે, તમામ જંકશનો પર પીક-અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હોવાથી ત્યાં ટ્રાફિક થવો સ્વાભાવિક છે.
ડી.જે. અને ધ્વનિ પ્રદૂષણ પર કડક વલણ
સુનાવણી દરમિયાન ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો પણ ઉછળ્યો હતો. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં ડી.જે. ટ્રકો દ્વારા થતું ધ્વનિ પ્રદૂષણ બેરોકટોક ચાલુ છે. છેલ્લા એક વર્ષથી કોર્ટે આપેલા નિર્દેશો છતાં સ્થિતિમાં કોઈ સુધાર આવ્યો નથી. નિયત મંજૂરીના સમયગાળા પછી પણ મોડી રાત સુધી લાઉડ સ્પીકરો વાગતા રહે છે અને કોઈ અધિકારી સ્થળ પર જઈને તપાસ કરવાની તસ્દી લેતા નથી.
સરકાર પક્ષની દલીલો
સરકારે એવી દલીલ કરી હતી કે, દરેક જિલ્લામાં રખડતા ઢોર મામલે અલગ પોલિસી બનાવવામાં આવી છે. અમદાવાદ મોડલ પોલિસી ધરાવે છે. થલતેજથી હાઈકોર્ટ સુધીના તમામ જંકશન પરના કટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના લીધે પહેલા 20 મિનિટ થતી હતી તે હવે 5થી 6 મિનિટમાં પહોચી શકાય છે.
અરજદાર અમિત પંચાલે એવી દલીલ કરી હતી કે કારગીલ જંકશન પર યોગ્ય રીતે વાહનો પાર્ક નહીં થતા હોવાને લીધે ટ્રાફિક વધી રહ્યો છે. જ્યારે કોર્ટે એવી ટકોર કરી હતી કે તમામ જંકશનો પર પીક અપ સ્ટેન્ડ બનાવ્યા હોવાથી ત્યાં ટ્રાફિક થાય તે સ્વાભાવિક છે.









