Ahmedabad

ગુજરાતીઓએ 1 મહિનામાં ₹5.33 કરોડથી વધુનો દંડ ભર્યો! રાજ્યવ્યાપી ડ્રાઇવમાં ટ્રાફિક નિયમભંગના 74,242 કેસ નોંધાયા

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાત પોલીસે ઑગસ્ટમાં રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ કરી, જેમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસ નોંધાયા. ગુજરાતીઓએ ₹5.33 કરોડથી વધુનો દંડ ભર્યો. હવે, 1 સપ્ટેમ્બરથી 14 ઑક્ટોબર સુધી નંબર પ્લેટ વગરના કે ચેડાં કરેલા વાહનો સામે કડક કાર્યવાહી કરાશે. આ ઝુંબેશથી કાયદો-વ્યવસ્થા સુદૃઢ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતીઓએ 1 મહિનામાં ₹5.33 કરોડથી વધુનો દંડ ભર્યો! રાજ્યવ્યાપી ડ્રાઇવમાં ટ્રાફિક નિયમભંગના 74,242 કેસ નોંધાયા

Gujarat Police Traffic Drive: ગુજરાત પોલીસની રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઑગસ્ટ મહિનામાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસો નોંધાયા છે, ત્યારે ગુજરાતીઓએ 1 મહિનામાં ₹5.33 કરોડથી વધુનો દંડ ભર્યો! તો બીજી તરફ રાજ્યના પોલીસ વડાએ 01 સપ્ટેમ્બરથી 14 ઑક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના તથા ચેડાં કરેલી/અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

રાજ્યવ્યાપી ડ્રાઇવમાં ટ્રાફિક નિયમભંગના 74,242 કેસ નોંધાયા, ₹5.33 કરોડથી વધુનો દંડ

રાજ્યભરમાં ‘રોંગ સાઇડ ડ્રાઇવિંગ’ અને ‘ઓવર સ્પીડિંગ’ જેવા જીવલેણ ટ્રાફિક નિયમભંગ સામે 01 ઑગસ્ટથી 31 ઑગસ્ટ, 2026 દરમિયાન વિશેષ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગના 36,159 કેસો નોંધી કુલ રૂ.3,64,52,000 અને ઓવર સ્પીડિંગના 38,083 કેસો નોંધી કુલ રૂ.1,69,26,900નો દંડ વસૂલવામાં આવ્યો છે.

ગેરકાયદે પાર્કિંગ કરનારા વાહનો સામે 5,078 કેસ

આ ઉપરાંત, હાઇવે તથા મુખ્ય માર્ગો પર અડચણરૂપ પાર્કિંગના કારણે સર્જાતા અકસ્માતો રોકવા માટે નેશનલ હાઇવે પર ગેરકાયદે પાર્કિંગના 10,408 કેસ તથા સ્ટેટ હાઇવે તેમજ અન્ય માર્ગો પર ગેરકાયદે પાર્કિંગના 20,813 કેસ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ટ્રાફિક અવરોધતા વાહનો સામે 5,078 કેસ કરી 580 વાહનો સામે સીધી કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ રેલવે સ્ટેશન પર ચામાં નશાકારક પદાર્થ ભેળવી મહારાષ્ટ્રના વેપારી સાથે ઠગાઈ, સોનાની ચેઇન અને બેંક ટ્રાન્સફર મારફતે લૂંટ

ખોટી, વાળેલી અને અયોગ્ય ફોન્ટ-લખાણ વાળી નંબર પ્લેટના વાહનચાલકોને લઈને વિશેષ ડ્રાઇવ

બીજી તરફ, રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ, વાહન ચોરી અટકાવવા અને કાયદો-વ્યવસ્થા સુદૃઢ કરવા વાહનની સચોટ ઓળખ અનિવાર્ય છે. કેટલાક વાહનચાલકો દ્વારા નંબર પ્લેટ વગર વાહન ચલાવવું, નંબર પ્લેટ વાળી દેવી, અયોગ્ય ફોન્ટ કે લખાણ લખવું અથવા નંબર પ્લેટ સાથે ચેડાં કરવાનું ગંભીર વલણ જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડાના આદેશથી સમગ્ર રાજ્યમાં 01 સપ્ટેમ્બરથી 14 ઑક્ટોબર સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.