ગુજરાત હાઇકોર્ટનો આદેશ: સિલિકોસિસ પીડિતોને વળતર ચૂકવણીની સમયમર્યાદા નક્કી કરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court Silicosis Compensation Order: રાજયની બહારથી સ્થળાંતર કરીને આવેલા કામદારોને સિલિકોસિસ નામના રોગથી મૃત્યુ બાદ પરિવારજનો માટે વળતર અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમાં એવી રજૂઆત કરી હતી કે, સિમેન્ટની ફેકટરીમાં કોઇલમાં કામ કરતાં કામદારોમાં કેટલાક નાના બાળકો પણ કામ કરે છે. આસિસ્ટન્ટ લેબર કમિશનરને જવાબદાર ઠેરવવા માટે પોલિસીમાં ઉમેરો કરવા રજૂઆત કરવામાં આવી છે.
સિલિકોસિસ પીડિતોને વળતર ચૂકવણીની સમયમર્યાદા નક્કી કરો: ગુજરાત હાઇકોર્ટ
સમગ્ર મામલે સરકારે એવી દલીલ કરી હતી કે, 'સરકારે પીડિતોના પરિવાર માટે પોલિસી ઘડી દીધી છે.' જ્યારે અરજદારે એવી દલીલ કરી હતી કે, 'અન્ય રાજ્યોના કામદારો ગુજરાતમાં કામ કરવા વધુ આવે છે. તેમને આપણા રાજ્યમાં સિલિકોસિસ જેવી ગંભીર બિમારી સામે રક્ષણ મળતું નથી.'
આ દરમિયાન સરકારે નવી બનાવેલી પોલિસીમાં અન્ય રાજ્યના કામદારોને પણ રક્ષણ આપવા ખાતરી આપવામાં આવી છે. કોર્ટે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે.
હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, 'આવા કારખાનામાં જો બાળ મજૂરી કરાવવામાં આવતી હોય તો તેના પર બાળમજૂરી કરાવવાનો ગુનો લાગુ પડે તેવા બાળકોને વળતર ના મળે. સિલિકોસિસથી પીડિતો કેટલાક ચોક્કસ વિસ્તારમાં જ જોવા મળે છે તો તેઓ પીડિત છે તેવી ખબર પડયા પછી તેમને ચોક્કસ નિયત સમય મર્યાદામાં વળતરનો સમય નક્કી કરવો પડશે.'









