Ahmedabad

આજથી ગાંધીનગરમાં Gen-Zનું આંદોલન, ગુજરાત સરકાર ચિંતામાં; હોસ્ટેલ-કોલેજમાંથી કાઢી નાંખવાની ધમકી

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરમાં 'Gen Z'ના યુવાઓ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનનું રણશિંગું ફૂંકાયું છે. સોશિયલ મીડિયા દ્વારા યુવાઓને જોડાવા આમંત્રણ અપાયું છે. કોઈ રાજકીય નેતૃત્વ વિના રાજ્યભરમાં સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે, જે ગુજરાત સરકાર માટે ચિંતાનો વિષય છે. પોલીસ અને IB ટીમ યુવાઓ પર બાજ નજર રાખી રહી છે. આંદોલનથી ભાજપની પરંપરાગત વોટબેંકમાં ગાબડું પડવાનો ભય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી ગાંધીનગરમાં Gen-Zનું આંદોલન, ગુજરાત સરકાર ચિંતામાં; હોસ્ટેલ-કોલેજમાંથી કાઢી નાંખવાની ધમકી

પાટનગર ગાંધીનગરમાં 'Gen Z'ના યુવાઓ દ્વારા આંદોલનનું રણશિંગું ફૂંકવામાં આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે યુવાઓને આંદોલનમાં સહભાગી થવા સોશિયલ મીડિયા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકીય નેતૃત્વ વિના રાજ્યભરમાં સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે જેને પગલે ગુજરાત સરકારની ચિંતામાં વધારો થયો છે. વીજપોલના મામલે ખેડૂતોનો રોષ હજી શાંત થયો નથી, ત્યાં હવે યુવાઓનો આ આક્રોશ શાંત કરવો સરકાર માટે ભારે પડકારજનક સાબિત થશે.

કોઈ પણ નેતા વિના યુવાનો સ્વયંભૂ મેદાને

કોઈપણ ચોક્કસ રાજકીય નેતૃત્વ વિના યુવાઓ જે રીતે સ્વયંભૂ મેદાને પડ્યા છે, તે બાબત હવે સરકાર માટે ઊંડા સંશોધન અને વિચાર માંગતો સવાલ બની ગઈ છે. સોશિયલ મીડિયા પર યુવાઓ દ્વારા સતત કોમેન્ટોનો મારો ચલાવીને ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં પોલીસ અને IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) ની ટીમ આંદોલનકારી યુવાઓ પર બાજ નજર રાખી રહી છે.

ભાજપને વોટ બેંકમાં ગાબડું પડવાનો ડર

ગુજરાતના શહેરી વિસ્તારો હંમેશા શાસક પક્ષ ભાજપની મજબૂત વોટબેંક રહ્યા છે. પરંતુ આ આંદોલનને કારણે જાગૃત યુવા મતદારો આગામી સમયમાં ભાજપની આ પરંપરાગત વોટબેંકમાં ગાબડું પાડી શકે છે, તેવો ડર અત્યારે ભાજપ મોવડી મંડળને સતાવી રહ્યો છે.

આંદોલન કચડવાના પ્રયાસ

બીજી તરફ, આ આંદોલનને કચડી નાખવા માટે વહીવટી તંત્ર દ્વારા આડકતરો દબાણ લાવવાનો પ્રયાસ શરૂ થયો છે. વિદ્યાર્થીઓને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો તેઓ આ આંદોલનમાં ભાગ લેશે, તો તેમને હોસ્ટેલ અને કોલેજમાંથી તાત્કાલિક અસરથી કાઢી મૂકવામાં આવશે. આ ચીમકી છતાં યુવાઓનો જોશ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.

ભાજપને શહેરી વિસ્તારમાં યુવા વોટબેંકમાં ગાબડું પડવાનો ડર પેઠો, રાજકીય નેતૃત્વ વિના યુવાઓ સ્વયંભૂ મેદાને પડ્યા તે સંશોધનનો વિષય.