Ahmedabad

ગાંધીનગર: બનાવટી રસીદો બનાવી સરકારી સહાય પચાવી પાડી, સમાજ કલ્યાણ કચેરી કૌભાંડમાં CID તપાસ શરૂ

By GS Team
29 Jul 20261 min read
TukuTouch Logo
ગાંધીનગરમાં સમાજ કલ્યાણ કચેરીના ગુજરાત બિન અનામત વર્ગ નિગમ સાથે 2 આરોપીઓએ 16.55 લાખની ઠગાઈ કરી છે. જીગ્નેશ શાહ અને પૂજન ચૌહાણે અમદાવાદ, ખેડા, સુરતના વિદ્યાર્થીઓના નામે બોગસ ક્લાસ રસીદો બનાવી ઓનલાઈન ફોર્મ ભરી પૈસા ઉચાપત કર્યા. સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર યુનિટમાં ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં વધુ લોકોની સંડોવણીની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર: બનાવટી રસીદો બનાવી સરકારી સહાય પચાવી પાડી, સમાજ કલ્યાણ કચેરી કૌભાંડમાં CID તપાસ શરૂ

Gandhinagar CID Crime: ગાંધીનગરમાં આવેલી સમાજ કલ્યાણ કચેરી ખાતેના 'ગુજરાત બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ' સાથે બે આરોપીઓએ તેમના સાગરીતો સાથે મળીને રૂ. 16.55 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ CID ક્રાઇમ ગાંધીનગર યુનિટમાં નોંધાઈ છે. આ શખસોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઓનલાઇન ફોર્મ ભર્યા હતા અને જે વિદ્યાર્થીઓએ કોચિંગ ક્લાસ ન કર્યા હોય, તેમના નામે પણ ક્લાસીસની બનાવટી રસીદો તૈયાર કરી આ કૌભાંડ આચર્યું હતું.

ગાંધીનગર સેક્ટર-10 સ્થિત સમાજ કલ્યાણ કચેરીના ગુજરાત બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધિકારી સંદીપ ચૌધરીએ CID ક્રાઇમ (ગાંધીનગર ઝોન)માં ફરિયાદ નોંધાવી છે. જેમાં જિગ્નેશ શાહ (રહે. પંચવટી સોસાયટી, વિરાટનગર રોડ, ઓઢવ) અને પૂજન ચૌહાણ (રહે. મકરંદ દેસાઈ નગર, ઓઢવ) તથા તેમના મળતિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ આરોપીઓએ નિકોલના એક સાયબર કાફે તેમજ અન્ય સ્થળોએથી ગુજરાત બિન અનામત વર્ગ નિગમની સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય યોજના હેઠળ અમદાવાદ, ખેડા અને સુરતના વિદ્યાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. નિગમની માર્ગદર્શિકાનો ભંગ કરીને, વિદ્યાર્થીઓએ તાલીમ ન લીધી હોવા છતાં ખાનગી સંસ્થાઓ પાસેથી બનાવટી રસીદો મેળવી તેને અસલી તરીકે રજૂ કરી હતી. આ રીતે આરોપીઓએ કુલ રૂ. 16.55 લાખની ઉચાપત કરી હતી. આ કૌભાંડમાં છેતરપિંડીનો આંકડો વધવાની અને વધુ લોકોની સંડોવણી બહાર આવવાની પૂરી શક્યતા છે.