Ahmedabad

બિહારમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને પગલે અમદાવાદની 2 ટ્રેનો ડાયવર્ટ, જાણો કયા રૂટથી દોડાશે

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર-સોનપુર ડિવિઝનમાં ઇન્ટરલોકિંગ કામગીરીને લીધે અમદાવાદ થઈને જતી 2 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો છે. 26 સપ્ટેમ્બરે ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ (15667) વારાણસી-છપરા-શાહપુર પટોરી-બરૌની થઈને દોડશે, જેથી પટના સ્ટોપેજ રદ થશે. 25 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબરે ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ (15635) પણ આજ રૂટ પર દોડશે, જેના 5 સ્ટોપેજ રદ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને પગલે અમદાવાદની 2 ટ્રેનો ડાયવર્ટ, જાણો કયા રૂટથી દોડાશે
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad 2 Train Route Diverted: પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર અને સોનપુર ડિવિઝન હેઠળના રાજેન્દ્ર પુલ, હાથીદહ જંક્શન અપર, ટાલ, રામપુર ડુમરા તથા દિનકર ગ્રામ સિમરિયા સ્ટેશનો પર પ્રી-નોન ઇન્ટરલોકિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીને કારણે અમદાવાદથી પસાર થતી બે લાંબા અંતરની ટ્રેનોને નિર્ધારિત રૂટને બદલે ડાયવર્ટ કરેલા રૂટ પરથી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

26 સપ્ટેમ્બરે ગાંધીધામ–કામાખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ

ટ્રેન નંબર 15667 ગાંધીધામ–કામાખ્યા એક્સપ્રેસ 26 સપ્ટેમ્બર, 2026ના રોજ ગાંધીધામથી ઉપડશે. આ ટ્રેનનું સંચાલન વારાણસી જંક્શન–છપરા–શાહપુર પટોરી–બરૌની થઈને ડાયવર્ટ કરેલા રૂટ પરથી કરવામાં આવશે. રૂટ બદલવાના કારણે આ ટ્રેનનું પટના જંક્શન પર સ્ટોપેજ રહેશે નહીં.

ઓખા–ગુવાહાટી એક્સપ્રેસના 5 સ્ટોપેજ રદ

ટ્રેન નંબર 15635 ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ 25 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2026ના રોજ ઓખાથી ઉપડશે. આ ટ્રેન પણ વારાણસી જંક્શન–છપરા–શાહપુર પટોરી–બરૌની થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

આ ફેરફારના કારણે ટ્રેનને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, પટના જંક્શન, બખ્તિયારપુર જંક્શન અને મોકામા જંક્શન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.