Ahmedabad
રેલવે ટ્રેક પર વાંદરાના ત્રાસથી મુક્તિ: અમદાવાદ ડિવિઝન 9.15 કરોડના ખર્ચે 30 હજાર થાંભલા પર લગાવશે 'એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ'
By GS Team
22 Sep 20262 mins read
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા 30 હજારથી વધુ વીજ થાંભલાઓ પર 'એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ' અને 'બર્ડ ડિટરન્ટ ડિસ્ક' લગાવવામાં આવશે. આ પાછળ 9.15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વાંદરાં ચડવાથી શોર્ટસર્કિટ અને ટ્રેનો મોડી પડતી અટકાવવા આ નિર્ણય લેવાયો છે. ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર પ્રાયોગિક ધોરણે 1050થી વધુ ડિવાઇસ સફળ રહ્યા છે. આનાથી ટ્રેન સંચાલન નિયમિત થશે અને મૂંગા જીવોનું રક્ષણ પણ થશે.
Summarized by AI; it may make mistakes. Check important info
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા 30 હજારથી વધુ વીજ થાંભલાઓ પર 'એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ' અને 'બર્ડ ડિટરન્ટ ડિસ્ક' લગાવવામાં આવશે. આ પાછળ 9.15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વાંદરાં ચડવાથી શોર્ટસર્કિટ અને ટ્રેનો મોડી પડતી અટકાવવા આ નિર્ણય લેવાયો છે. ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર પ્રાયોગિક ધોરણે 1050થી વધુ ડિવાઇસ સફળ રહ્યા છે. આનાથી ટ્રેન સંચાલન નિયમિત થશે અને મૂંગા જીવોનું રક્ષણ પણ થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway Ahmedabad Division : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ઓવરહેડ ઈક્વિપમેન્ટ(OHE) વીજ થાંભલાઓ પર વાંદરાં ચઢી જવાથી થતી શોર્ટસર્કિટ અને ટ્રેનો મોડી પડવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝન દ્વારા આશરે 30 હજારથી વધુ વીજ થાંભલાઓ પર 'એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ' અને 'બર્ડ ડિટરન્ટ ડિસ્ક' લગાવવામાં આવશે, જે પાછળ અંદાજે 9.15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
દર મહિને વીજ પુરવઠો ખોરવવાની ગંભીર સમસ્યા
- અમદાવાદ ડિવિઝનમાં 1450 કિમીથી વધુ ઈલેક્ટ્રિફાઇડ રૂટ પર આશરે 30 હજારથી વધુ OHE થાંભલા આવેલા છે.
- ચાલુ વર્ષે અત્યાર સુધીમાં થાંભલા પર વાંદરાં ચઢી જવાની 165થી વધુ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, એટલે કે દર મહિને સરેરાશ 25થી 30 વખત વીજ પુરવઠો ખોરવાય છે.
- વાંદરાંઓને કરંટ લાગવાથી મૃત્યુ થવાની સાથે વાયર તૂટવા અને શોર્ટસર્કિટના કારણે ટ્રેન વ્યવહાર કલાકો સુધી અટકી જવાની સમસ્યા સર્જાય છે.
ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર પ્રાયોગિક સફળતા
- આ સમસ્યાના નિવારણ માટે ગાંધીગ્રામ-બોટાદ રેલ રૂટ પર પ્રાયોગિક ધોરણે 1050થી વધુ એન્ટી મંકી ડિવાઇસ લગાવવામાં આવ્યા હતા, જે અત્યંત સફળ સાબિત થયા છે.
- આ ડિવાઇસ લાગ્યા બાદ ઓવરહેડ ઈલેક્ટ્રિફિકેશન લાઇનને નુકસાન અને વીજ સપ્લાય ખોરવાવાની ઘટનાઓમાં 50% સુધીનો ઘટાડો નોંધાયો છે.
- આ સફળતાને પગલે હવે ગાંધીગ્રામ-બોટાદ ઉપરાંત ધોળકા, પાલનપુર રૂટ તથા સાબરકાંઠા સેક્શન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ આ કામગીરી વિસ્તારવામાં આવી રહી છે.
આ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે?
- એન્ટી મંકી / ક્લાઇમ્બિંગ ડિવાઇસ: આ લોખંડ, ધાતુ કે ફાઇબરની બનેલી ગોળાકાર અથવા શંકુ આકારની ડિસ્ક છે, જેને જમીનથી થોડા ઉપર થાંભલાના મધ્ય ભાગમાં ફિટ કરવામાં આવે છે. તેની લપસણી સપાટીને કારણે વાંદરાં ઉપર ચઢી શકતા નથી.
- બર્ડ ડિટરન્ટ ડિસ્ક: પક્ષીઓ દ્વારા થાંભલા પર માળા બનાવવાથી કે સૂકી ડાળીઓ-કચરો ફેંકવાથી થતી શોર્ટસર્કિટ અટકાવવા માટે ખાસ સ્પાઇક્સ અને ડિસ્ક લગાવવામાં આવે છે.
નવી સિસ્ટમથી થનારા મુખ્ય ફાયદા
- સમયસર ટ્રેન સંચાલન: OHE ફોલ્ટ અને ટ્રીપિંગ ઘટવાથી ટ્રેનોનું સંચાલન નિયમિત અને સમયસર થશે.
- મુસાફરોની રાહત: મુસાફરો હવે જંગલ કે અવાવરૂ વિસ્તારોમાં કલાકો સુધી અટવાઈ પડવાની હાલાકીથી બચી શકશે.
- મૂંગા જીવોનું રક્ષણ: વીજ કરંટ લાગવાથી વાંદરાં અને પક્ષીઓના અકાળે થતાં મોત અટકાવી શકાશે.




