Ahmedabad

અમદાવાદ: વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રૂપિયા 59 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક જપ્ત, ડ્રાઇવર ફરાર

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદ: સ્ટેટ મોનીટરીંગ સેલે SP રીંગ રોડ પરથી શંકાસ્પદ ટ્રકનો પીછો કર્યો હતો. વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર થયો. પોલીસે તપાસ કરતાં ₹59 લાખનો 13,000 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો. મુળીના ધીરુ કરપડાએ પંજાબથી દારૂ મંગાવી બોટાદના શીવકુ કરપડાને આપવાનો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રૂપિયા 59 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક જપ્ત, ડ્રાઇવર ફરાર

Ahmedabad liquor seizure: અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ એક શંકાસ્પદ ટ્રકનો પીછો કરતાં, ડ્રાઇવર વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતાં રૂપિયા 59 લાખની કિંમતની 13 હજાર બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના મૂળી પાસેના રામપરડા ગામમાં રહેતા ધીરૂ કરપડા નામના બુટલેગરે પંજાબથી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે અને તે બોટાદમાં રહેતા શીવકુ કરપડાને સપ્લાય કરવાનો હતો, જે ટ્રક એસ.પી. રીંગ રોડથી પસાર થવાનો છે.

જેના આધારે પોલીસે વોચ ગોઠવીને એસ.પી. રીંગ રોડ પરથી એક શંકાસ્પદ ટ્રકના ચાલકને ઊભા રહેવા માટે ઇશારો કર્યો હતો. પરંતુ, તે ઊભો રહ્યો નહોતો, જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો. ટ્રક ચાલક વડોદરા એક્સપ્રેસ વે તરફ નાસી ગયો હતો અને રસ્તામાં ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં રૂપિયા 59 લાખની કિંમતની વિદેશી દારૂની 13 હજાર બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.