Ahmedabad

દારૂના નશામાં રુટ ભૂલ્યો AMTS ડ્રાઈવર, એલિસબ્રિજ ચઢવાના બદલે બસ રિવરફ્રન્ટના ડિવાઈડર સાથે ભટકાડી

By GS Team
8 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં AMTS બસના અકસ્માતો સામાન્ય છે. ગઈકાલે મધ્યરાત્રિએ 12 વાગ્યે સાળંગપુરથી એલિસબ્રિજ જતી AMTS બસ ચાલકે રિવરફ્રન્ટના માર્ગે હંકારી ડિવાઇડર સાથે અથડાવી હતી. નશામાં ધૂત ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો હતો. સદભાગ્યે, કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડ્રાઈવરની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂના નશામાં રુટ ભૂલ્યો AMTS ડ્રાઈવર, એલિસબ્રિજ ચઢવાના બદલે બસ રિવરફ્રન્ટના ડિવાઈડર સાથે ભટકાડી

Ahmedabad AMTS Bus Accident: અમદાવાદમાં AMTS બસના ડ્રાઈવરો દ્વારા થતા અકસ્માતોની ઘટનાઓ નવી નથી. ગઈકાલે મધ્યરાત્રિએ આશરે 12 વાગ્યે સાળંગપુરથી એલિસબ્રિજ તરફ જઈ રહેલી એક AMTS બસનો અકસ્માત સર્જાયો હતો. બસના ચાલકે એલિસબ્રિજ પર બસ ચઢાવવાના બદલે સીધી રિવરફ્રન્ટના માર્ગે હંકારી દીધી હતી અને બ્રિજ નીચે આવેલા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી.

WhatsApp Image 2026-07-08 at 1.03.06 PM.jpeg

નશામાં હતો ડ્રાઈવર

આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ બસ ડ્રાઈવરની નશાખોરી હોવાનું સ્પષ્ટ થયું છે. અકસ્માત સર્જનાર ચાલક દારૂના નશામાં ધૂત હોવાથી તે પોતાનો રસ્તો જ ભૂલી ગયો હતો. અકસ્માત બાદ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી, ત્યારે નશાના અતિરેકને લીધે તેને બસના નિર્ધારિત રૂટ કે દિશા અંગે પણ કોઈ ભાન રહ્યું ન હતું.

પોલીસે અટકાયત કરી

ધડાકાભેર અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બી-ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવર પાસેથી દારૂની ગંધ આવતી હોવાથી પોલીસે તેની અટકાયત કરી બસ કબજે લીધી હતી અને તેની સામે ગુનો નોંધ્યો હતો. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.