Ahmedabad

દાદરા અને નગર હવેલીમાં સરકારી નોકરીઓમાંથી કર્મચારીઓની છટણી સામે કોંગ્રેસ આક્રમક

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
દાદરા અને નગર હવેલીમાં સરકારી વિભાગોમાંથી કર્મચારીઓની છટણી સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્વાસ્થ્ય, શિક્ષણ, PWD જેવા વિભાગોમાંથી આઉટસોર્સિંગ અને ડેઈલી વેજીસ કર્મચારીઓને છૂટા કરાયા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રભુ ટોકિયાએ ભાજપના નેતાઓને જવાબદાર ઠેરવ્યા. પોલીસ ભરતીના નિયમોમાં સ્થાનિક યુવાનોને રાહત અને અનામતની સ્પષ્ટતાની માંગ સાથે કોંગ્રેસે જનઆંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાદરા અને નગર હવેલીમાં સરકારી નોકરીઓમાંથી કર્મચારીઓની છટણી સામે કોંગ્રેસ આક્રમક

Dadra and Nagar Haveli News : સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં સરકારી વિભાગોમાંથી કર્મચારીઓની પાછલા બારણેથી થઈ રહેલી છટણી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રોજગારી અને અનામત મુદ્દે શાસકો તથા પ્રશાસન પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને અન્યાયી નિયમોમાં તાત્કાલિક સુધારો કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

કર્મચારીઓની પાછલા બારણેથી છટણી

સ્વાસ્થ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પીડબલ્યુડી અને જિલ્લા પંચાયત જેવા મહત્ત્વના સરકારી વિભાગોમાંથી લાંબા સમયથી સેવા આપતા આઉટસોર્સિંગ અને ડેઈલી વેજીસ કર્મચારીઓને અચાનક છૂટા કરવામાં આવી રહ્યા છે. આ ગંભીર બાબતના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રભુ ટોકિયાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ કર્મચારી વિરોધી નીતિઓ પાછળ સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને શાસક પક્ષ ભાજપ સીધી રીતે જવાબદાર છે.

સ્થાનિક યુવાનોના હિત અને પોલીસ ભરતીના નિયમો

કોંગ્રેસે પોલીસ ભરતીના નિયમો સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને ડીઆઈજીને લેખિત રજૂઆત કરી છે. જેમાં કેટલીક માંગણીઓ કરવામાં આવી છે.

  • ઊંચાઈના માપદંડોમાં સ્થાનિક યુવાનોને રાહત આપવી.
  • એસસી, એસટી અને ઓબીસી વર્ગો માટે અનામતની સ્પષ્ટતા કરવી.
  • ડોમિસાઈલ પ્રમાણપત્રને યોગ્ય રીતે ગણતરીમાં લેવું.

જનઆંદોલનની ચીમકી

પ્રદેશના શ્રમિકો, કર્મચારીઓ અને બેરોજગાર યુવાનોના હક્ક માટે જો અન્યાયી નિયમોમાં સુધારો કરવામાં નહીં આવે અને સ્થાનિક યુવાનો તથા આદિવાસી સમાજના હિતો સુરક્ષિત નહીં થાય, તો કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને ઉગ્ર જનઆંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.