અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર કાર પલટી મારી જતાં સળગી ઉઠી, માતા અને એક વર્ષના પુત્રનું કરૂણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Bhavnagar Expressway Accident: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસવે પર ધોલેરા નજીક સર્જાયેલા અકસ્માતમાં કાર સળગી જતાં માતા અને માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતના થોડા જ સમયમાં કારમાં અચાનક આગ ભડકી ઉઠી હતી, જેમાં અંદર બેઠેલા લોકો ફસાઈ ગયા હતા.
માતા અને બાળક કારમાંથી બહાર ન નીકળી શક્યા
દાઝી જવાથી માતા અને તેમના એક વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, તેઓ સળગતી કારમાંથી સમયસર બહાર નીકળી શક્યા ન હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. ઇમરજન્સી ટીમોએ આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતનું સાચું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
બળી ગયેલી કારમાંથી માતા-પુત્રના મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઓવર સ્પીડ, યાંત્રિક ખામી કે અન્ય કોઈ પરિબળ જવાબદાર હતું કે કેમ તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.









