Ahmedabad

અમદાવાદમાં ગરીબ દીકરીઓને દાન આપવાના નામે વેપારી સાથે 1 કરોડની ઠગાઈ, બાકી રકમ ન આપતાં EOWમાં ફરિયાદ

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદના રાણીપમાં જ્વેલર્સના વેપારી સાથે 1.79 કરોડની છેતરપિંડી થઈ છે. અમરાઈવાડીના જયેશ રાઠોડે ગરીબ દીકરીઓને દાગીના દાનમાં આપવાના બહાને, સામાજિક સંસ્થાના નામે 2.86 કરોડના દાગીના ખરીદ્યા. શરૂઆતમાં પૈસા ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ તેણે બાકીના 1.79 કરોડ ન ચૂકવતા, વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ગરીબ દીકરીઓને દાન આપવાના નામે વેપારી સાથે 1 કરોડની ઠગાઈ, બાકી રકમ ન આપતાં EOWમાં ફરિયાદ

Ahmedabad Fraud News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી જ્વેલર્સના વેપારીને ગરીબ દીકરીઓને સોના-ચાંદીના દાગીના દાનમાં આપવાનું કહી, સામાજિક સંસ્થાના નામે 2.86 કરોડ રૂપિયાના દાગીના ખરીદી 1.79 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. અમરાઈવાડીના ગઠિયાએ શરૂઆતમાં નાણાં ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ બાકી નીકળતી રકમ ન ચૂકવતાં,વેપારીએ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, ​નારણપુરા ખાતે રહેતા જયેશ શાહ રાણીપમાં જ્વેલર્સની દુકાન ધરાવે છે. ઑક્ટોબર 2024માં તેનો સંપર્ક અમરાઈવાડીમાં રહેતા જયેશ રાઠોડ સાથે થયો હતો. જયેશ રાઠોડે એક સામાજિક કાર્યકર હોવાનું અને સંસ્થા ચલાવતો હોવાનું જણાવ્યું હતું. તેણે વેપારીને કહ્યું હતું કે, 'અમારી સંસ્થા મારફતે ગરીબ દીકરીઓને સોના-ચાંદીના દાગીના દાનમાં આપવામાં આવે છે.' તેણે નિયમિત દાગીના ખરીદવાની વાત કરી શરૂઆતમાં રોકડ ચૂકવણી કરી વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો. ​

એક વર્ષના ગાળા દરમિયાન જયેશ રાઠોડે ટુકડે-ટુકડે કુલ 2.86 કરોડ રૂપિયાના દાગીના ખરીદ્યા હતા, જેની સામે તેણે માત્ર 1.07 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. બાકી નીકળતા 1.79 કરોડ રૂપિયાની ઉઘરાણી કરવા છતાં તે અવારનવાર બહાના કાઢતો હતો. વેપારીએ હિસાબના બિલ ઈ-મેલ મારફતે મોકલી ઉઘરાણી ચાલુ રાખી હતી, છતાં નાણાં પરત ન મળતાં અંતે વેપારીએ જયેશ રાઠોડ સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.