સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે! ધોરણ 1માં પ્રવેશ માટે પ્રિ-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Class 1 admission rules Gujarat : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને (DPEO) એક મહત્ત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યની શાળાઓમાં ધો. 1 માં પ્રવેશ મેળવવા માટે બાલવાટિકા કે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત ન હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
પ્રી-સ્કૂલના સર્ટિફિકેટના અભાવે બાળકનો પ્રવેશ અટકાવી શકાય નહી
અનેક ખાનગી શાળાઓ દ્વારા ધો. 1 માં પ્રવેશ આપતી વખતે બાળકોના પ્રી-સ્કૂલિંગનું સર્ટિફિકેટ માંગવામાં આવતું હતું અને વાલીઓ સર્ટિફિકેટ ન રજૂ કરી શકે તો પ્રવેશ આપવામાં આવતો ન હતો. આ બાબતને ગંભીરતાથી લઈને સરકારે સ્પષ્ટ કર્યું છે કે RTE એક્ટની કલમ-14 મુજબ કોઈપણ શાળા બાલવાટિકા કે પ્રી-સ્કૂલના સર્ટિફિકેટના અભાવે બાળકનો પ્રવેશ અટકાવી શકે નહીં. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે માત્ર બાળકનું બર્થ સર્ટિફિકેટ (જન્મ પ્રમાણપત્ર) અને નિર્ધારિત વય જ ધ્યાને લેવાની રહેશે.
શાળાઓને કડક તાકીદ
જો કોઈ શાળા નિયમ વિરુદ્ધ જઈને સર્ટિફિકેટ માંગશે અને પ્રવેશ નહીં આપે, તો તેને RTE એક્ટનો ભંગ ગણવામાં આવશે અને સંબંધિત DEO-DPEO દ્વારા તે શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ શાળાઓને પણ સુચના આપવામાં આવી છે કે, આ નિયમોનું કડકાઇથી પાલન કરવામાં આવે.









