Ahmedabad

BREAKING: ભારે વરસાદને પગલે અમદાવાદ શહેર પૂર્વની તમામ સ્કૂલો આવતીકાલે બંધ

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂર્વના જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. 25/07/2026(શનિવાર)ના રોજ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કૉલેજોમાં રજા જાહેર કરાઈ છે. DEOએ વાલીઓને જાણ કરવા સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BREAKING: ભારે વરસાદને પગલે અમદાવાદ શહેર પૂર્વની તમામ સ્કૂલો આવતીકાલે બંધ

Gujarat Rain News: અમદાવાદ, શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પૂર્વના જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારની સૂચના અનુસાર તા. 25/07/2026(શનિવાર)ના રોજ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં આવેલી તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

DEOનો પૂર્વની શાળા-કૉલેજને આદેશ

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓના આરોગ્ય અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. જેના અનુસંધાને શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

1001463371.jpeg

વાલીઓને તાત્કાલિક જાણ કરવા DEOનું સૂચન

જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકોને સૂચના આપી છે કે, રજાની જાણ તાત્કાલિક ધોરણે WhatsApp, SMS, ફોન અથવા અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડવામાં આવે.


સાથે જ આગામી દિવસોમાં શાળાઓ શરૂ કરવા અંગેનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વરસાદની પરિસ્થિતિની સમીક્ષા બાદ અલગથી જાહેર કરવામાં આવશે. તેથી અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા અપીલ કરવામાં આવી છે.