Ahmedabad

અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ, નરોડાનું સરનામું પણ ત્યાં ઓફિસ જ નથી, રૂ. 155 કરોડની ટેક્સ ચોરી

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરોડા રોડ પર 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી' નામની બોગસ રાજકીય પાર્ટી બનાવી 519 કરોડના નકલી ડોનેશન મેળવી 155 કરોડની કરચોરી આચરવામાં આવી છે. આયકર વિભાગની ફરિયાદના આધારે, CID ક્રાઇમ ગાંધીનગરમાં ગુનો નોંધાયો છે. સુરેન્દ્ર તિવારી, મેહુલ ખત્રી અને CA મયુર રાઠોડ જેવા આરોપીઓએ ટેક્સ ચોરી કરવા અને કમિશન કમાવવાના ઈરાદે આ ષડયંત્ર રચ્યું હતું. PI કલ્પેશકુમાર પટેલ તપાસ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ, નરોડાનું સરનામું પણ ત્યાં ઓફિસ જ નથી, રૂ. 155 કરોડની ટેક્સ ચોરી

Ahmedabad Fake Poilitical Party Scam : ​અમદાવાદના નરોડા રોડ પર માત્ર કાગળ પર રજિસ્ટર્ડ અપ્રમાણિત રાજકીય પક્ષ (RUPP) ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ ઊભી કરી રૂ. 519 કરોડના બોગસ ડોનેશન મેળવી રૂ. 155 કરોડની કરચોરી આચરવા મામલે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આયકર ભવનના આસિસ્ટન્ટ ડિરેક્ટર મુક્તેન્દ્રકુમાર શતીશકુમારની ફરિયાદ મુજબ, આ પાર્ટીનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી, પરંતુ ટેક્સ ચોરી કરવા અને 8% થી 9% કમિશન કમાવવાના હેતુથી જ આ સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયું હતું.


image.png

​દસ્તાવેજી રેકોર્ડ મુજબ પક્ષનું સત્તાવાર સરનામું દુકાન નં. 2, મહાવીર નગર, કલ્યાણ મિલ સામે, ચેતના હોટલની બાજુમાં, નરોડા રોડ, સૈજપુર બોઘા, અમદાવાદ - 382345 દર્શાવવામાં આવ્યું હતું. જોકે આ સરનામે પાર્ટીની કોઈ ઓફિસ, સ્ટાફ કે રાજકીય પ્રવૃત્તિ જોવા મળી નહોતી. આરોપીઓએ માત્ર કાગળ પર પાર્ટી ઊભી કરી મોટા કરદાતાઓ પાસેથી બેંક દ્વારા દાન મેળવી કલમ 80GGC હેઠળ 100% મુક્તિ અપાવી હતી. બાદમાં આ નાણાં ‘જય ટ્રેડિંગ કંપની’ નામની શેલ પેઢીમાં ટ્રાન્સફર કરી, રોકડ ઉપાડી કમિશન કાપી દાતાઓને કેશબેક સ્વરૂપે પરત આપી દેવાતા હતા. પીઆઈ કલ્પેશકુમાર પટેલ આ સમગ્ર કૌભાંડની તપાસ ચલાવી રહ્યા છે.

કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારોની વિગત​

  • સુરેન્દ્ર પરસોતમપ્રકાશ તિવારી (રાષ્ટ્રીય અધ્યક્ષ): રહે. 16/9, હરીવિલા ફ્લેટ, બાપા સીતારામ ચોક, નવા નરોડા. તેઓ પક્ષના કર્તાહર્તા બની બેંક ખાતા અને હવાલા ઓપરેટ કરતા હતા.
    
  • મેહુલકુમાર મહેશકુમાર ખત્રી (ટેક્સ કન્સલ્ટન્ટ/ITRP): ઉં.વ. 52, રહે. 12, ઈન્દ્રપુરી ફ્લેટ, આદર્શ હાઇસ્કૂલ રોડ, પાટણ. તેઓ કરદાતાઓ પાસેથી દાન મેળવવા અને શેલ એકમોમાં નાણાં ટ્રાન્સફર કરવાનું મધ્યસ્થી તરીકે નેટવર્ક ચલાવતા હતા.
    
  • મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ - CA): રહે. 1, સાઈ કુટીર, જોધપુર ગામ, સેટેલાઇટ. તેમણે ભૌતિક કે હિસાબી ચકાસણી વિના ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ પ્રમાણિત કરી ચૂંટણી પંચમાં ફોર્મ 24A રજૂ કર્યું હતું.