Ahmedabad

અમદાવાદના બાવળા નજીક ફતેવાડી કેનાલમાંથી 8 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, હત્યા કે અકસ્માત અંગે પોલીસે તપાસ શરૂ

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
બાવળાના ઢેઢાળ ગામ નજીક ફતેવાડી કેનાલમાંથી 8 વર્ષીય શારદા કન્યા ડાવર નામની બાળકીનો મૃતદેહ મળ્યો છે. મધ્યપ્રદેશનો પરિવાર રજોડામાં ખાનગી નોકરી કરે છે અને લોદરિયાલ ગામે રહે છે. લોદરિયાલ પાસે બાળકી કેનાલમાં પડી હોવાનું મનાય છે. બાવળા પોલીસે અકસ્માત કે અપરાધની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના બાવળા નજીક ફતેવાડી કેનાલમાંથી 8 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, હત્યા કે અકસ્માત અંગે પોલીસે તપાસ શરૂ

Bavla Canal Dead Body Found : અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ઢેઢાળ ગામ નજીક પસાર થતી ફતેવાડી કેનાલમાંથી એક અજાણી બાળકીનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. કેનાલમાં પાણીમાં બાળકીની લાશ તણાતી આવતી જોઈને સ્થાનિક ગ્રામજનોના મોટા ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. ગ્રામજનોએ ભારે જહેમતબાદ પાણીમાં તરતી આ બાળકીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને તંત્રને તેની જાણ કરી હતી.

મૃતક બાળકીની ઓળખ માટે ચક્રોગતિમાન

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીની ઉંમર આશરે 8 વર્ષની હોવાનું અને તેનું નામ શારદા કન્યા ડાવર હોવાનું સામે આવ્યું છે. આ બાળકી લોદરિયાલ ગામ પાસે કેનાલમાં પડી ગઈ હોવાની પ્રાથમિક વિગતો પોલીસને પ્રાપ્ત થઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો છે અને હાલ રજોડા ખાતે ખાનગી નોકરી કરી જીવન ગુજરાન ચલાવે છે, જ્યારે આ પરિવાર લોદરિયાલ ગામે રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

હોસ્પિટલમાં પીએમ અને પોલીસ તપાસ

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. બાળકીના મૃતદેહને બાવળા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. આ બાળકી કેનાલ સુધી કેવી રીતે પહોંચી અને આ મામલો અકસ્માતનો છે કે કોઈ અપરાધનો, તે તમામ દિશામાં બાવળા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.