Ahmedabad

ભોગાવો નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા, આનંદપુર-બુરાનપુરનો માર્ગ બંધ, લોકોને સાવચેત રહેવા અપીલ

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધોલેરાના વણિતળાવ ગામ પાસેથી પસાર થતી ભોગાવો નદી બે કાંઠે વહે છે. નદીના પાણી એપ્રોચ રોડ પર ફરી વળતાં ગામનો સંપર્ક કપાયો છે. આનંદપુર-બુરાનપુર માર્ગ બંધ કરાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ, જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે. નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભોગાવો નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા, આનંદપુર-બુરાનપુરનો માર્ગ બંધ, લોકોને સાવચેત રહેવા અપીલ

Heavy Rain Swells Bhogavo River: ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોલેરા તાલુકાના વણિતળાવ ગામ પાસેથી પસાર થતી ભોગાવો નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. નદીના પાણી રસ્તાઓ પર ફરી વળતાં વણિતળાવ ગામનો સંપર્ક અન્ય વિસ્તારોથી કપાઈ ગયો છે અને ગામ ટાપુ જેવી સ્થિતિમાં મુકાઈ ગયું છે.

યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ, જિલ્લા પ્રશાસન અને NDRFની ટીમો તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોને સ્થળ પર તહેનાત કરી, ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.

આનંદપુર-બુરાનપુર માર્ગ બંધ

ભોગાવો નદીના પાણી એપ્રોચ રોડ પર આવી જતાં આનંદપુર અને બુરાનપુર તરફ જતો માર્ગ બંધ કરી દેવાયો છે. કોઈ વ્યક્તિ જોખમજનક રીતે પાણીમાંથી પસાર ન થાય તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

તંત્રની નાગરિકોને અપીલ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નાગરિકોને બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવા, નદી કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

SDRF અને NDRF દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યુ ઓપરેશન

બગોદરા નજીક આવેલા ધીંગડા ગામમાં ભારે વરસાદના કારણે ગામ અને મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા છે. ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં SDRF અને NDRFની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી છે. પૂરના પાણીમાં ફસાયેલા સ્થાનિક ગામલોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે યુદ્ધધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.