Ahmedabad

અમદાવાદ: બાપુનગરના વેપારીને ફેસબુક પર મહિલા સાથે ફ્રેન્ડશીપ મોંઘી પડી, મલેશિયામાં રોકાણના નામે રૂ.2.71 લાખની ઠગાઈ

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના બાપુનગરના 44 વર્ષીય ડોર મટિરિયલના વેપારીને ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ. 2.71 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ફેસબુક પર મલેશિયા રહેતી યુવતીના સંપર્કમાં આવતા, 'CLUB Elite 21' સ્કીમમાં કમિશનની લાલચ આપી રકમ પડાવી લીધી. વેપારીએ યુકો બેંકના ખાતામાં RTGS મારફતે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બાપુનગરના વેપારીને ફેસબુક પર મહિલા સાથે ફ્રેન્ડશીપ મોંઘી પડી, મલેશિયામાં રોકાણના નામે રૂ.2.71 લાખની ઠગાઈ

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા અને ડોર મટિરિયલનો વ્યવસાય કરતા 44 વર્ષીય વેપારીને ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ટાસ્કના બહાને રૂ.2.71 લાખ પડાવી લીધા હતા. ફેસબુક મારફતે સંપર્કમાં આવેલી અને મલેશિયા રહેતી હોવાનો દાવો કરતી યુવતીએ 'CLUB Elite 21' નામની સ્કીમમાં કમિશન આપવાની લાલચ આપી આ રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. સમગ્ર મામલે બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: બાપુનગરના વેપારી સાથે રૂ.2.71 લાખની ઠગાઈ

​ઠક્કર બાપાનગરમાં રહેતા અને કૃષ્ણનગર વિજય પાર્ક બીઆરટીએસ સામે બાલાજી એન્ટરપ્રાઇઝ નામે વેપાર કરતા હકાભાઈ પુનાભાઈ બામરોલીયા ગત 3 સપ્ટેમ્બરના રોજ ફેસબુક સર્ફિંગ કરી રહ્યા હતા. તે વખતે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ધરાવતી નમ્રતા નામની પ્રોફાઈલ દેખાતાં તેમણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. રિક્વેસ્ટ સ્વીકારાયા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.

​નમ્રતાએ પોતે મૂળ વડોદરાની હોવાનું અને હાલ મલેશિયા રહેતી હોવાનું કહી વોટ્સએપ નંબર આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વોટ્સએપ ચેટ અને કોલ પર વાતચીત ચાલતી હતી. વાતચીત દરમિયાન નમ્રતાએ જણાવ્યું હતું કે તે CLUB Elite 21 નામની કંપનીમાં ઓનલાઇન રૂપિયા ઇન્વેસ્ટ કરે છે અને તેમાં સારું કમિશન મળે છે. તેણે મોકલેલી લિંક પર વેપારીએ પહેલા રૂ.30 હજારનું રોકાણ કર્યું હતું. જેના બદલામાં તેમને કમિશન સાથે રૂ. 40,462 પરત ચૂકવાયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી: રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર, જાણો ક્યાં કેવો વરસાદ પડશે

આ વળતર મળતાં વિશ્વાસ બેસી જતાં નમ્રતાએ આપેલા યુકો બેંકના ખાતામાં વેપારીએ 10 સપ્ટેમ્બરના રોજ પોતાના એક્સિસ બેંક ખાતામાંથી RTGS મારફતે રૂ.2.71 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. આ રકમ જમા થયા બાદ નમ્રતાએ કમિશન સાથે તમામ નાણાં પરત મેળવવા રૂ.4.44 લાખનો નવો ટાસ્ક તાત્કાલિક પૂરો કરવાનું દબાણ કર્યું હતું. વેપારીને શંકા જતાં તેમણે મિત્ર રૂપેશ શાહને વાત કરી હતી. મિત્રએ ફ્રોડ હોવાનું જણાવતાં તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.