Ahmedabad

આવતીકાલે બેંકોની દેશવ્યાપી હડતાળ: '5 ડે વર્કિંગ'ની માગ સાથે ગુજરાતના 75 હજાર કર્મચારીઓ જોડાશે, ₹15 હજાર કરોડના વ્યવહારો ઠપ્પ થવાની ભીતિ

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
આવતીકાલે, 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના બેંક કર્મચારીઓ '5 ડે બેંકિંગ' અને અન્ય પડતર પ્રશ્નો માટે દેશવ્યાપી હડતાળ કરશે. ગુજરાતના 75 હજાર કર્મચારીઓ જોડાશે, જેનાથી ₹15 હજાર કરોડના વ્યવહારો અટકશે. કેન્દ્રીય લેબર કમિશનર સાથેની વાટાઘાટો નિષ્ફળ રહેતા આ નિર્ણય લેવાયો છે. શુક્રવારની હડતાળ અને શનિ-રવિની રજાને કારણે બેંકો ત્રણ દિવસ બંધ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતીકાલે બેંકોની દેશવ્યાપી હડતાળ: '5 ડે વર્કિંગ'ની માગ સાથે ગુજરાતના 75 હજાર કર્મચારીઓ જોડાશે, ₹15 હજાર કરોડના વ્યવહારો ઠપ્પ થવાની ભીતિ

Bank Strike News: આવતીકાલે 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેશભરના બેંક કર્મચારીઓએ દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. '5 ડે બેંકિંગ' (અઠવાડિયામાં 5 દિવસનું કામકાજ) લાગુ કરવાની મુખ્ય માંગણી અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે બેંક યુનિયનો દ્વારા આ હડતાળનું હથીયાર ઉગામ્યું છે.

આવતીકાલે બેંકોની દેશવ્યાપી હડતાળ

આ પ્રશ્ને કેન્દ્રીય લેબર કમિશનર સાથે બે રાઉન્ડની વાટાઘાટો અને બેઠકો યોજાઈ હોવા છતાં કોઈ સાનુકૂળ ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ હડતાળ પર જવાનો આખરી નિર્ણય લીધો છે. આમ, શુક્રવારે(11 સપ્ટેમ્બર) બેંકની દેશવ્યાપી હડતાળ છે અને પછી શનિ-રવિની રજા હોવાની બેંક ત્રણ દિવસ બંધ રહેશે.

'5 ડે વર્કિંગ'ની માગ સાથે ગુજરાતના 75 હજાર કર્મચારીઓ જોડાશે

આ દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના આશરે 75 હજાર જેટલા બેંક કર્મચારીઓ જોડાશે, જેના કારણે રાજ્યમાં અંદાજે ₹15 હજાર કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાઈ જવાની આશંકા સેવાઈ રહી છે. આંદોલનના ભાગરૂપે આવતીકાલે 11 સપ્ટેમ્બરે સવારે 10:30 થી બપોરે 12:30 વાગ્યા દરમિયાન તમામ બેંક કર્મચારીઓ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ખાતે એકત્રિત થશે અને વિરોધ પ્રદર્શન યોજી પોતાના હક અને માંગણીઓ બુલંદ કરશે.