અમદાવાદમાં ખાનગી સોસાયટીઓમાં વૃક્ષ ટ્રીમિંગ કરાવવું સાવ સસ્તું, AMCએ ચાર્જમાં કર્યો મોટો ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Private Societies Tree Trimming Fees: અમદાવાદ શહેરમાં ખાનગી સોસાયટીઓમાં વૃક્ષોના ટ્રીમિંગ અને ત્યારબાદ ફેલાતી ગંદકીની સમસ્યાને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને રાહતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ સોસાયટીના રહીશો વૃક્ષોનું ટ્રીમિંગ કરાવીને તેનો લીલો કચરો અને ડાળખીઓ સીધી જાહેર રસ્તાઓ પર ફેંકી દેતા હોવાથી વિસ્તારમાં ગંદકીની સમસ્યાઓ સર્જાતી હતી. આ મામલે AMCએ ખાનગી સોસાયટીઓમાં વૃક્ષ ટ્રીમિંગના ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
પ્રતિ વૃક્ષ ચાર્જ ₹700થી ઘટાડીને સીધો ₹100 કરાયો
અગાઉ કોર્પોરેશન દ્વારા ખાનગી સોસાયટીઓમાં વૃક્ષ ટ્રીમિંગ માટે પ્રતિ વૃક્ષ રૂપિયા 700 નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકો સરકારી સેવા લેવાનું ટાળતા હતા. આ બાબતને ધ્યાને રાખીને AMCએ આ ચાર્જમાં મોટો કાપ મૂકીને હવે પ્રતિ વૃક્ષ માત્ર રૂપિયા 100 કરી દેવામાં આવ્યો છે.
કચરાના નિકાલ માટે પણ રાહત દર
માત્ર ટ્રીમિંગ જ નહીં, પરંતુ ટ્રીમિંગ કર્યા બાદ નીકળતા લીલા કચરા અને ડાળખીઓના યોગ્ય નિકાલ માટે પણ તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં હવે એક ટ્રેક્ટર ભરીને કચરો ઉપાડવાનો ચાર્જ માત્ર રૂપિયા 150 નક્કી કરવામાં આવ્યો છે. AMCના આ અભિગમથી નાગરિકોને અત્યંત સસ્તા દરે ઘરઆંગણે સુવિધા મળશે અને સાથે-સાથે રસ્તાઓ પર કચરો ન ફેંકતા શહેરમાં સ્વચ્છતા પણ જળવાઈ રહેશે.




