Ahmedabad

શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર: અમદાવાદથી ઉજ્જૈન અને શિરડી માટે GSRTCની નવી AC લક્ઝરી બસનો પ્રારંભ, જાણો રૂટ-ભાડું

By GS Team
26 Sep 20261 min read
TukuTouch Logo
શ્રદ્ધાળુઓ માટે ખુશખબર! GSRTC દ્વારા અમદાવાદથી ઉજ્જૈન અને શિરડી માટે નવી AC બસ સેવા શરૂ કરાઈ છે. અમદાવાદથી ઉજ્જૈન બસ રોજ સાંજે 7.00 વાગ્યે ગીતામંદિરથી ઉપડશે અને ભાડું 911 રૂપિયા છે. જ્યારે શિરડી માટેની બસ સવારે 7.00 વાગ્યે નહેરુનગરથી ઉપડશે અને ભાડું 1289 રૂપિયા રહેશે. આધુનિક સુવિધાઓ સાથેની આ બસોથી યાત્રા વધુ સુવિધાજનક બનશે. બુકિંગ ઓનલાઈન અથવા બસ સ્ટેન્ડ પરથી કરાવી શકાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર: અમદાવાદથી ઉજ્જૈન અને શિરડી માટે GSRTCની નવી AC લક્ઝરી બસનો પ્રારંભ, જાણો રૂટ-ભાડું

Ahmedabad to Ujjain-Shirdi GSRTC AC Bus Service: મધ્યપ્રદેશ સ્થિત પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધામાં વધારો કરતા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ(GSRTC) દ્વારા અમદાવાદથી ઉજ્જૈન વચ્ચે નવીન એસી લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધાર્મિક યાત્રાને સરળ બનાવવા માટે અમદાવાદથી શિરડી રૂટ પર પણ નવી એસી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

સમયપત્રક અને રૂટની વિગતો

  • અમદાવાદથી ઉજ્જૈન: આ બસ દરરોજ સાંજે 7.00 વાગ્યે ગીતામંદિર બસ સ્ટેશનથી રવાના થશે.
  • ઉજ્જૈનથી અમદાવાદ: પરત આવવા માટે આ બસ દરરોજ સાંજે 5.40 વાગ્યે ઉજ્જૈનથી ઉપડશે.
  • રૂટ: આ બસ બાલાસિનોર, ગોધરા, દાહોદ, ધાર અને ઈન્દોર થઈને ઉજ્જૈન પહોંચશે.

મુસાફરી ભાડું અને સુવિધાઓ

  • અમદાવાદથી ઉજ્જૈનનું ભાડું 911 રૂપિયા નિયત કરવામાં આવ્યું છે.
  • મુસાફરોને આરામદાયક અનુભવ મળી રહે તે માટે આ બસમાં સંપૂર્ણ વાતાનુકૂલિત(AC) સુવિધા, પુશબેક લક્ઝરી સીટો અને સામાન રાખવા માટે વિશાળ લગેજ સ્પેસ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

શિરડી માટે પણ બસ સેવા શરૂ

અમદાવાદથી શિરડી જવા ઇચ્છતા સાંઈભક્તો માટે પણ એસી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જે દરરોજ સવારે 7 વાગ્યે નહેરુનગરથી ઉપડશે. આ રૂટનું ભાડું અંદાજે 1289 રૂપિયા નક્કી કરાયું છે. મુસાફરો GSRTCની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન તેમજ એસ.ટી. બસ સ્ટેન્ડના કાઉન્ટર પરથી એડવાન્સ બુકિંગ કરાવી શકે છે.