Ahmedabad

અમદાવાદ: જજિસ બંગલો રોડ પર પાન પાર્લરમાં ત્રણ શંકાસ્પદ સગીરોએ કરી ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના જજિસ બંગલો રોડ પર કદમ કોમ્પ્લેક્સમાં પાન પાર્લરમાં ચોરી થઈ છે. 26 ઓગસ્ટની રાત્રે ત્રણ સગીરો શટર ઉંચુ કરી અંદર ઘૂસ્યા હતા. તેઓ 48,000 રોકડા અને 26,400ની સિગારેટ મળી કુલ 74,400 રૂપિયાની મત્તા ચોરી ફરાર થયા. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી, CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: જજિસ બંગલો રોડ પર પાન પાર્લરમાં ત્રણ શંકાસ્પદ સગીરોએ કરી ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Ahmedabad Pan Parlour Theft: અમદાવાદના જજિસ બંગલો રોડ પર આવેલા કદમ કોમ્પ્લેક્સમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં એક પાન પાર્લરનું શટર વચ્ચેથી ઊંચું કરી અંદર ઘૂસેલા ત્રણ શંકાસ્પદ સગીરો 74,400 રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વેપારીની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે CCTVના આધારે શંકાસ્પદ સગીરોને પકડવા ચક્ર ગતિમાન કર્યાં

મળતી માહિતી મુજબ, બોપલ વિસ્તારમાં રહેતા 56 વર્ષીય અનિલ રાજપૂત કદમ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર પાન પાર્લર ચલાવે છે. ગત 26 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે તેના પાર્લરમાં કામ કરતા કર્મચારી રાહુલ અને ઉત્સવ દુકાને પહોંચ્યા ત્યારે શટરના બંને તાળાં મારેલાં હતાં, પરંતુ શટર વચ્ચેથી વળેલું જોવા મળ્યું હતું. દુકાનની અંદર તપાસ કરતા ગલ્લામાંથી રોકડ રકમ અને અન્ય સામાન ગાયબ હતો.

વેપારીએ દુકાનના CCTV ફૂટેજ ચકાસતાં માલૂમ પડ્યું હતું કે, રાત્રિના સમયે ત્રણ શંકાસ્પદ સગીરોએ દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમણે કેશ કાઉન્ટરમાંથી 48,000 રોકડા રૂપિયા અને 26,400 રૂપિયાની કિંમતની સિગારેટના પેકેટોની ચોરી કરી હતી. હાલ વસ્ત્રાપુર પોલીસે CCTV ફૂટેજના આધારે ત્રણેય શંકાસ્પદ સગીરોને ઓળખી કાઢવા અને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે.