Ahmedabad

અમદાવાદ: શાહીબાગમાં પોલીસ ડ્રિલ દરમિયાન ટિયર ગેસ રિવરફ્રન્ટ પર પ્રસર્યો, અનેક વાહન ચાલકો પરેશાન

By GS Team
9 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર કેમ્પસમાં ગુરુવારે નિયમિત ડ્રિલ દરમિયાન ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો. પવનને કારણે આ ગેસ રિવરફ્રન્ટ રોડ સુધી ફેલાઈ ગયો હતો. જેનાથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અચાનક સર્જાયેલી આ સ્થિતિથી ટ્રાફિક પણ ધીમો પડ્યો હતો. પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: શાહીબાગમાં પોલીસ ડ્રિલ દરમિયાન ટિયર ગેસ રિવરફ્રન્ટ પર પ્રસર્યો, અનેક વાહન ચાલકો પરેશાન

Tear Gas Used in Ahmedabad Shahibaug Police Drill: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર કેમ્પસમાં ગુરુવારે (નવમી જુલાઈ) એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસ હેડક્વાર્ટરમાં નિયમિત ડ્રિલ (તાલીમ) દરમિયાન છોડવામાં આવેલો ટિયર ગેસ (આંસુ ગેસ) પવન સાથે મેદાનની બહાર નીકળીને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. આ ગેસની અસર નજીકમાંથી પસાર થતા રિવરફ્રન્ટ રોડ સુધી અનુભવાઈ હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

વાહનચાલકો અને રાહદારીઓ ધુમાડાની લપેટમાં આવી ગયા

પોલીસ કેમ્પસમાં છોડવામાં આવેલા ટિયર ગેસની ધુમાડો પવનના કારણે રિવરફ્રન્ટ રોડ તરફ પહોંચી ગયો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓ આ ધુમાડાની લપેટમાં આવી ગયા હતા. ટિયર ગેસના ધુમાડાના કારણે અનેક વાહનચાલકો અને રાહદારીની આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જ્યારે અચાનક આંખોમાંથી પાણી વહેવા લાગતા કેટલાય લોકોએ રસ્તાના કિનારે ઊભા રહીને આંખો ધોવાની ફરજ પડી હતી.

આંખોમાં થયેલી બળતરા અને ચિંતાજનક સ્થિતિને કારણે કેટલાક વાહનચાલકોએ અકસ્માતથી બચવા માટે પોતાના વાહનો ધીમા પાડી દીધા હતા અથવા થોડા સમય માટે રોકી દીધા હતા, જેના લીધે રિવરફ્રન્ટ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને જોતાં જ પોલીસ કર્મચારીઓ તુરંત હરકતમાં આવ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા તેમજ વાહનચાલકોને સુરક્ષિત રીતે આગળ વધારવા માટે જરૂરી પગલાં લીધા હતા.