Ahmedabad

અમદાવાદ: શેલા રોડ પર ટેમ્પોએ અડફેટે લેતાં કચરો એકઠો કરતા માસૂમ સગીરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના શેલા રોડ પર સોમવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. કચરો વીણતા એક સગીરને પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સગીરને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. બોપલ પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ હજુ થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: શેલા રોડ પર ટેમ્પોએ અડફેટે લેતાં કચરો એકઠો કરતા માસૂમ સગીરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

Ahmedabad Road Accident: અમદાવાદના એસ.પી. રિંગ રોડ નજીક આવેલા શેલા રોડ પર સોમવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ રસ્તા પરથી કચરો એકઠો કરતા એક સગીરને પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું છે.

ઘટનાસ્થળે કચરો વીણતા સગીરનું મોત

આ ઘટના શેલા વી.આઈ.પી. રોડ પર બની હતી. ટેમ્પોની જોરદાર ટક્કર વાગતા સગીરને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, આરોપી ટેમ્પો ચાલકની અટકાયત કરવા બોપલ પોલીસે ફરિયાદ નોંઘીને તપાસ હાથ ધરી છે.

WhatsApp Image 2026-09-21 at 3.02.57 PM.jpeg

પોલીસે તપાસ શરૂ કરી

મળતી વિગતો મુજબ મૃતક કચરો ઉપાડવાનું કામ કરતો હતો. જો કે, હજુ સુધી પોલીસ દ્વારા મૃતકનું નામ, ઉંમર કે અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી. પોલીસ હાલ અકસ્માત કઈ પરિસ્થિતિમાં સર્જાયો અને તેમાં ટેમ્પો ચાલકની શું ભૂમિકા હતી તે અંગે તપાસ કરી રહી છે.

image.png