અમદાવાદ: નવરંગપુરામાં સોનાની હોલસેલ પેઢીમાં 6.29 કરોડની ચોરી, 8 વર્ષથી નોકરી કરતા એકાઉન્ટન્ટ પર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Gold Theft: અમદાવાદના નવરંગપુરામાં આવેલી એક સોનાની હોલસેલની પેઢીમાં કામ કરતા એકાઉન્ટના કામ કરતા કર્મચારીએ જ કરોડોની કિંમતનું 24 કેરેટ 3850 ગ્રામ સોનું પડાવી લીધાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. 8 વર્ષથી નોકરી કરતા એકાઉન્ટન્ટ કેયુર શાહે કુલ 6,29,00,000ના રોકડા રૂપિયા અને સોનું ચોરી લીધું છે. માલિકને અંધારામાં રાખીને કરાયેલા આ કૌભાંડમાં આરોપીએ ચોરાયેલી તમામ વસ્તુ પોતાના પિતા અને ભાઈઓને આપી દીધી હતી. નોંધનીય છે કે, સ્ટોકમાં 1422.357 ગ્રામ ગોલ્ડ હોવાનું અને 1,30,0000 રોકડ રકમ ગાયબ હોવાનું જાણ થતાં ભાંડો ફૂટ્યો હતો.
સ્ટોક ચેક કરતાં કૌભાંડનો પર્દાફાશ
આ અંગે 43 વર્ષીય ચિરાગ વાલાણીએ પોલીસ ફરિયાદ કરી છે. તે અમદાવાદના નિકોલ નરોડા રોડ પર રહે છે અને નવરંગપુરાના સી.જી. રોડ પર એક હોલસેલ સોનાની પેઢી ધરાવે છે. તેની ઓફિસમાં છેલ્લા 8 વર્ષથી નોકરી કરતા કેયુર શૈલેષ શાહ નામના કર્મચારીએ તેની ગેરહાજરીમાં આપેલ ઓથોરિટીનો લાભ ઉઠાવીને કંપનીમાંથી સોનું અને રોકડ રકમ ચોરી લીધી હતી. આ ગુનાઈત કાવતરામાં આરોપીએ પોતાના પિતા અને ભાઈઓને પણ ચોરેલો માલ આપીને સામેલ કર્યા હતા.
કેયુર શાહ કંપનીમાં 8 વર્ષથી એકાઉન્ટ અને પરચેઝનું કામ સંભાળતો હોવાથી માલિકે તેના પર પૂરો ભરોસો મૂકીને વ્યવહારો માટે જનરલ ઓથોરિટી આપી હતી. આ વિશ્વાસનો ગેરલાભ લઈને આરોપી કેયુરે તારીખ 01/04/2025થી 18/04/2026ના દરમિયાન ધીમે ધીમે ઓફિસના સ્ટોકમાંથી 24 કેરેટનું 3850 ગ્રામ ફાઈન ગોલ્ડ સેરવી લીધું હતું. એક ગ્રામના 16000 રૂપિયા લેખે આ સોનાની કુલ કિંમત 61,60,00,00 રૂપિયા થાય છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ મુજબ તેણે ઓફિસની કેશમાંથી પણ રોકડા રૂપિયા કાઢ્યા હતા, જેનો હિસાબ તપાસતા કુલ 1,30,0000 રૂપિયાની રોકડ ગાયબ હોવાનું જણાયું હતું. આમ, કુલ 62,90,0000 રૂપિયાની મત્તા ચોરીને આરોપીએ પોતાના પિતા શૈલેષ તથા ભાઈઓ અભિષેક અને સન્નીને આપી દીધી હતી. સ્ટોકમાં 1422.357 ગ્રામ ગોલ્ડ જ હાજર મળતા અને આરોપીનો ફોન સ્વીચ ઓફ આવતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.




