Ahmedabad

અમદાવાદ: સિગારેટના પૈસા માગતાં પાન પાર્લર માલિકના પુત્ર પર હુમલો, પોલીસે આરોપીઓની ધરપકડ કરીને જાહેરમાં માફી માંગીવી

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઓઢવ-સિંગરવા વિસ્તારમાં સિગારેટના પૈસા મુદ્દે તકરાર થતા ડેની નામના શખ્સે સાગરીતો સાથે પાન પાર્લર સંચાલકના પુત્ર કૃણાલ પર હુમલો કર્યો હતો. 30મી સપ્ટેમ્બરની આ ઘટનામાં, પિતાએ સમજાવ્યા બાદ ડેનીએ પૈસા આપ્યા હતા, પરંતુ પછી ગાળાગાળી કરી માર માર્યો હતો. પોલીસે ડેની સહિતના આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવી, વેપારીઓમાં સુરક્ષાનો ભાવ સ્થાપિત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સિગારેટના પૈસા માગતાં પાન પાર્લર માલિકના પુત્ર પર હુમલો, પોલીસે આરોપીઓની ધરપકડ કરીને જાહેરમાં માફી માંગીવી

Ahmedabad Crime News: અમદાવાદના ઓઢવ-સિંગરવા વિસ્તારમાં સિગારેટના પૈસા ચૂકવવા બાબતે થયેલી તકરારમાં એક શખસે પોતાના સાગરીતો સાથે મળીને પાન પાર્લર સંચાલકના પુત્ર પર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. 30મી સપ્ટેમ્બરના રોજ રાતે બનેલી આ ઘટનામાં વેપારીએ ફોન પર સમજાવતાં આરોપીએ પ્રાથમિક તબક્કે પૈસા આપી દીધા હતા, પરંતુ બાદમાં અન્ય સાગરીતો સાથે આવીને હુમલો કર્યો હતો. આ મામલે ઓઢવ પોલીસે મુખ્ય આરોપી ડેની સહિતના શખસોની સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરીને જાહેરમાં માફી માંગીવી હતી.

પિતાએ ફોન પર વાત કરી પૈસા અપાવ્યા બાદ આરોપી સાગરીતો સાથે પરત ફર્યો

પોલીસ ફરિયાદ અનુસાર, સિંગરવા યુનિક બજાર પાસે પાન પાર્લર ધરાવતા 43 વર્ષીય સુનિલ કુશવાહ ઓઢવ હુડકો ખાતે આવેલી દુકાને હાજર હતા, ત્યારે તેના પુત્ર કૃણાલનો ફોન આવ્યો હતો. કૃણાલે પિતાને જણાવ્યું હતું કે, 'ડેની નામનો શખસ પાર્લર પર આવી સિગારેટના પૈસા આપવાની ના પાડે છે.' સુનિલે ફોન પર ડેની સાથે વાત કરી સમજાવતાં તેણે તે સમયે પૈસા આપી દીધા હતા. પરંતુ ફોન મૂક્યા બાદ ડેની અન્ય અજાણ્યા સાગરીતો સાથે ફરી પાર્લર પર ધસી આવ્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. કૃણાલે તેને શાંતિથી વાત કરવા વિનંતી કરી છતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કૃણાલને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. કૃણાલે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ મામલે ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

વેપારીઓમાં ભયનો માહોલ દૂર કરવા પોલીસે ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

ઓઢવ અને સિંગરવા વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા વેપારીઓ પર થતી દાદાગીરી રોકવા અને સુરક્ષાની ભાવના પ્રબળ કરવાના હેતુથી ઓઢવ પોલીસે પકડાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે અસામાજિક તત્ત્વોનો ડર દૂર કરવા માટે સ્થાનિક લોકો અને વેપારીઓ સમક્ષ આરોપીઓ પાસે માફી મંગાવી કાયદાનો ભય સ્થાપિત કર્યો હતો.