Ahmedabad

અમદાવાદ: યુવકની જાણ બહાર બેંક એકાઉન્ટ ખોલી દંપતીએ કર્યા 10 કરોડ રૂપિયાના વ્યવહાર, નોંધાયો ગુનો

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદના શીલજમાં રહેતા કન્સ્ટ્રક્શન વ્યવસાયી પંકજ પટેલને ₹1.62 કરોડના ટેક્સની નોટિસ મળી. નવરંગપુરાના ભરત અને હર્ષા પટેલે તેમના KYC ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી, જાણ બહાર બેંક ખાતા ખોલાવી ₹10 કરોડના ગેરકાયદે વ્યવહારો કર્યા હતા. નવરંગપુરા પોલીસે આ દંપતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: યુવકની જાણ બહાર બેંક એકાઉન્ટ ખોલી દંપતીએ કર્યા 10 કરોડ રૂપિયાના વ્યવહાર, નોંધાયો ગુનો

Ahmedabad Illegal Transactions: અમદાવાદના શીલજમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા પંકજ પટેલ નામના યુવકને 1.50 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવા માટે ઇન્કમટેક્સની નોટિસ મળી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે નવરંગપુરામાં રહેતા દંપતીએ યુવકની જાણ બહાર બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં 10 કરોડ રૂપિયાના ગેરકાયદે આર્થિક વ્યવહાર કર્યા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શીલજમાં આવેલા કર્મજ્યોત બંગ્લોઝમાં રહેતા પંકજ પટેલને ઇન્કમટેક્સની નોટિસ મળી હતી. જેમાં વર્ષ 2011 થી 2013 દરમિયાન ખમાસામાં આવેલી સોશિયલ કો-ઓપરેટિવ બેંક અને જોધપુરમાં આવેલી કરૂર વૈશ્ય બેંકમાં પંકજ પટેલના બેંક એકાઉન્ટમાં કુલ 10 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર થયા હતા.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈએ તેમના કેવાયસી દસ્તાવેજો બેંકમાં સબમિટ કરીને તેમની જાણ બહાર એકાઉન્ટ ખોલાવ્યું હતું. બાદમાં એવી હકીકત સામે આવી હતી કે વર્ષ 2003માં ભરત પટેલ અને તેમની પત્ની હર્ષા પટેલ સાથે પંકજ પટેલ ડાન્સ એકેડમી ચલાવતા હતા. આ સમયે પંકજ પટેલે કેવાયસી માટે ડોક્યુમેન્ટ આપ્યા હતા, જેની મદદથી બંનેએ બેંક એકાઉન્ટ ખોલીને તેમાં નાણાકીય વ્યવહાર કર્યા હતા. જેના કારણે 1.62 કરોડ રૂપિયાની ઇન્કમટેક્સની નોટિસ મળી હતી. આ અંગે પોલીસે ભરત પટેલ અને તેમની પત્ની હર્ષા (બંને રહેવાસી: સેતુ એવન્તી એપાર્ટમેન્ટ, સીજી રોડ, નવરંગપુરા) વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.