અમદાવાદમાં સોશિયલ મીડિયાથી દોસ્તી કરી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો, પીડિતાનો વાંધાજનક વીડિયો વાઈરલ કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Minor Misdemeanor Case: આશરે 6 મહિના અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી એક સગીરાના સંપર્કમાં આવી, તેને અમદાવાદના નાના ચિલોડા પાસે આવેલી એક હોટલમાં લઈ જઈ બે વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરનાર 21 વર્ષીય ડ્રાઈવર જયદીપ રબારી સામે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
સોશિયલ મીડિયાથી દોસ્તી કરી સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો
પોલીસ તપાસ અનુસાર, આરોપીએ હોટલમાં સગીરાનો વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં જ્યારે સગીરાની બીજી જગ્યાએ સગાઈ નક્કી થઈ, ત્યારે આ અપરિણીત આરોપીએ વીડિયો ત્યાં મોકલી આપતા સગીરાની સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટી ગયા બાદ પીડિતા અને તેના પરિવારે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા સમગ્ર ગુનાહિત કૃત્યનો પર્દાફાશ થયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીના મોબાઈલમાંથી અન્ય કોઈ ફોટા કે વીડિયો મળી આવ્યા નથી. તેમજ આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ પણ ખૂલ્યો નથી, પરંતુ પોલીસે આ ગંભીર મામલે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
જયદીપ નામના શખસ 6 મહિના પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક સગીરાના સંપર્કમાં આવ્યો હતો. પછી બંનેએ એકબીજા સાથે વાતચીત કરવાનુ શરૂ કર્યું હતું. ઓનલાઈન મિત્રતા કેળવી આરોપીએ સગીરાને નાના ચિલોડા પાસે આવેલી એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બે વાર શારીરિક સંબંધ બાંધીને ગુનાહિત કૃત્ય આચર્યું હતું. બનાવ સમયે સગીરાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી આ બાબતે પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી જયદીપ ડ્રાઈવિંગનું કામ કરે છે.
હોટલમાં સગીરા સાથે આરોપીએ વાંધાજનક વીડિયો ઉતાર્યો હતો. આ દરમિયાન પીડિતાની સગાઈના વાત નક્કી થતાં આરોપીએ સગીરાનો વીડિયો સામેના શખસને મોકલ્યો હતો. જેમાં સગીરાની સગાઈ તૂટી ગઈ હતી. સમગ્ર મામલે પરિવારને જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




