Ahmedabad

અમદાવાદ: રામોલમાં વિદ્યાર્થિનીની છેડતી કરતો પરિણીત ડિલિવરી બોય ઝડપાયો, સગીરાને નંબર આપવા કરતો હતો દબાણ

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના રામોલ વિસ્તારમાં 11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીની છેડતી કરનાર 21 વર્ષીય ડિલિવરી બોય સમીર શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા 6 મહિનાથી ગોડાઉનમાં કામ કરતો સમીર 4-5 દિવસથી સગીરાનો પીછો કરી અશ્લીલ હરકતો કરતો હતો. માતા-બહેને જાળ બિછાવી આરોપીને પકડાવ્યો, રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રામોલમાં વિદ્યાર્થિનીની છેડતી કરતો પરિણીત ડિલિવરી બોય ઝડપાયો, સગીરાને નંબર આપવા કરતો હતો દબાણ

Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં શાળાએ જતી ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો પીછો કરી અશ્લીલ હરકતો અને છેડતી કરનાર 21 વર્ષીય ડિલિવરી બોય સમીર શેખને રામોલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની જ્યુપિટર બાઈક પર સગીરાનો પીછો કરી તેને મોબાઈલ નંબર આપી વાત કરવા સતત દબાણ કરતો હતો.

માતા-બહેને ગોઠવી જાળ અને આરોપી પકડાઈ ગયો

મળતી માહિતી અનુસાર, સગીરા જે રસ્તા પરથી દરરોજ શાળાએ જતી હતી ત્યાં જ ખાનગી કંપનીનું ગોડાઉન આવેલું હતું. છેલ્લા 6 મહિનાથી ત્યાં ડિલિવરી બોય તરીકે કામ કરતો પરિણીત સમીર શેખ છેલ્લા 4-5 દિવસથી સગીરાનો પીછો કરતો હતો. લુખ્ખા તત્ત્વની આ રોજિંદી હરકતોથી ત્રાસીને સગીરાએ પોતાની માતાને વિગત જણાવી હતી. શાળા છૂટવાના સમયે સગીરાની માતા અને બહેન તેની સાથે ગયા હતા. તેણે દીકરીને થોડી આગળ ચાલવા કહ્યું હતું, જેથી પીછો કરનારને પકડી શકાય. આ દરમિયાન સગીરાએ ગોડાઉન પાસે બેઠેલા સમીર શેખ તરફ ઈશારો કરીને તેને ઓળખી બતાવ્યો હતો.

112 ની ટીમે તાત્કાલિક ગોડાઉને પહોંચી આરોપીને દબોચ્યો

આરોપીની ઓળખ થતાં જ સગીરાના પિતા અને કાકાએ તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. કૉલ મળતાં જ 112ની ટીમ મિનિટોમાં ગોડાઉને પહોંચી હતી અને સમીર શેખને ઝડપી લીધો હતો. રામોલ પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી સમીર શેખની ધરપકડ કરી છે અને ગુનામાં વપરાયેલું જ્યુપિટર સ્કૂટર પણ જપ્ત કરી લીધું છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.