અમદાવાદમાં મેઘરાજાનું તાંડવ: ખેતરો તળાવમાં ફેરવાયા! ઘુમા-મણિપુરમાં જળબંબાકારના ભયાવહ દૃશ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Heavy Rain: અમદાવાદમાં સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના વિસ્તારોમાં ભારે પાણી ભરાતા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વિસ્તારના અવકાશી (ડ્રોન) દ્રશ્યોમાં પાણીનો વ્યાપ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
ઘુમા- મણિપુરના લોકો પાણીથી પરેશાન
ઘુમાથી મણિપુરને જોડતા માર્ગની આસપાસ આવેલા ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન બન્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોને નુકસાનની આશંકા વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ, સંસ્કારધામ પાછળ આવેલ AUDA દ્વારા નવનિયુક્ત બનાવવામાં આવેલું તળાવ પણ વરસાદી પાણીથી છલકાઈ ગયું છે.

ભારે વરસાદના કારણે અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પણ વરસાદી માહોલ યથાવત રહેતાં નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.











