Ahmedabad

અમદાવાદના ગોતામાં સિલ્વર આૅક કોલેજ બહાર ક્રેનની ટક્કરથી આશાસ્પદ યુવતીનું મોત

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક કોલેજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. 19 વર્ષીય પ્રેરણા નિનામા નામની વિદ્યાર્થિની કોલેજ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવતી ક્રેને તેને ટક્કર મારી હતી. ક્રેન યુવતી પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ગોતામાં સિલ્વર આૅક કોલેજ બહાર ક્રેનની ટક્કરથી આશાસ્પદ યુવતીનું મોત

Silver Oak College Accident Ahmedabad : અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજ પાસે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. આ કોલેજમાં B.Sc ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રેરણા નિનામા નામની વિદ્યાર્થિની ચાલતા જઈ રહી હતી ત્યારે કાળમુખી ક્રેને તેને અડફેટે લીધી હતી. રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

કોલેજથી માત્ર 200 મીટરના અંતરે સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રેરણા નિનામા કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કરીને ચાલતા-ચાલતા બહાર નીકળી રહી હતી. કોલેજથી માત્ર 200 મીટરના અંતરે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગવાથી યુવતી રસ્તા પર નીચે પટકાઈ હતી, ત્યારબાદ આ મહાકાય ક્રેન યુવતી પરથી ફરી વળી હતી. આ ભયાનક અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

WhatsApp Image 2026-09-22 at 2.53.33 PM.jpeg

ચાલક ફરાર, ટ્રાફિક પોલીસે હાથ ધરી તપાસ

આ અકસ્માત સર્જ્યા પછી ક્રેનનો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. રસ્તા પર બનેલી આ કરુણ ઘટનાને પગલે આજુબાજુના વિસ્તારમાંથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ક્રેન ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

.