Ahmedabad

પોપ્યુલર બિલ્ડર ગ્રુપના સંબંધી નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, ફાઈવસ્ટાર હોટલમાં યુવતી પર દુષ્કર્મનો આરોપ

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ પોલીસે અમદાવાદના જાણીતા બિલ્ડર અને Easy-Pay એપના ફાઉન્ડર નિલય પટેલની દુષ્કર્મ કેસમાં ધરપકડ કરી છે. મુંબઈની ફાઈવસ્ટાર હોટલમાં દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચરવાના આરોપસર, પોલીસે 29 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. 21 જુલાઈએ યુવતીના રૂમમાં ઘૂસી શારીરિક અડપલાં કર્યા બાદ 22 જુલાઈએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાએ અમદાવાદમાં ભારે ચર્ચા જગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોપ્યુલર બિલ્ડર ગ્રુપના સંબંધી નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, ફાઈવસ્ટાર હોટલમાં યુવતી પર દુષ્કર્મનો આરોપ

Ahmedabad News: મુંબઈના એરપોર્ટ વિસ્તારની એક ફાઈવસ્ટાર હોટલમાં દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચરવાના કેસમાં મુંબઈ પોલીસે અમદાવાદના બિલ્ડર અને બિઝનેસમેન નિલય પટેલની ધરપકડ કરીને 29મી જુલાઈ સુધીના રિમાન્ડ પર મેળવ્યો છે. ચર્ચાસ્પદ અને પોપ્યુલર બિલ્ડર ગ્રુપના સંબંધી નિલય પટેલ ઈઝી-પે એપ ફાઉન્ડર તરીકે જાણીતો અને હાલમાં એસ.જી. હાઈવે પર ઓફિસ ધરાવી બિલ્ડર તરીકે પણ કાર્યરત છે. અમદાવાદના બિલ્ડર અને બિઝનેસમેનની દુષ્કર્મ કેસમાં મુંબઈ પોલીસે ધરપકડ કર્યાની ઘટનાએ ચર્ચા જગાવી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મુંબઈ પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર, મુંબઈના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા નિલય પટેલ વ્યાવસાયિક કામે મુંબઈ ગયો હતો અને એરપોર્ટ પાસેની ફાઈવસ્ટાર હોટલમાં રોકાયો હતો. આ જ હોટલના અન્ય એક રૂમમાં તેની એક પરિચિત યુવતી પણ રોકાઈ હતી. 21મી જુલાઈના રોજ બપોરે યુવતીના રૂમમાં આરોપી નિલય પરવાનગી વગર જ ઘુસી આવ્યો અને શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. આ દરમિયાન યુવતીએ તેને દૂર કરી કાઢી મુક્યો હતો. આ ઘટના પછી પણ આરોપીએ 22મી જુલાઈના રોજ સાંજે યુવતીને વારંવાર ફોન અને મેસેજ કરીને જાતીય સતામણી કરી હતી. ત્યારબાદ 23મી જુલાઈના રોજ યુવતીએ મુંબઈના એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી અને મહિલા બંને એકબીજાના પરિચિત હતાં. તેઓ એરપોર્ટ પાસેની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયાં હતાં. મહિલાની ફરિયાદ અનુસાર, 22મી જુલાઈએ આરોપી નિલય પટેલે તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

મુંબઈ પોલીસના ડીસીપી નિમિત ગોયલે જણાવ્યું હતું કે, 'ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 64, 74, 75 (2), 76 અને 333 હેઠળ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી એરપોર્ટ પોલીસે નિલય પટેલની 24મી જુલાઈના રોજ ધરપકડ કરી હતી. 29મી જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી પુરાવા એકત્ર કરવા કાર્યવાહી હાથ ધરી છે. પીડિતાના નિવેદનના આધારે હોટલ સ્ટાફ તથા અન્યની પૂછપરછ પોલીસ કરી રહી છે.