ટેક્નિકલ ખામી અને મેઇન્ટેનન્સના કારણે અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ, મુસાફરો મુશ્કેલીમાં મુકાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad-Bhuj Namo Bharat Train Cancelled: અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાવા તેમજ માસિક જાળવણી (મંથલી મેન્ટેનન્સ)ની કામગીરી હાથ ધરવાની હોવાથી એક દિવસ માટે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, આ રૂટ પર ટ્રેનનો માત્ર એક જ રેક ઉપલબ્ધ હોવાથી જ્યારે પણ કોઈ ટેક્નિકલ ખામી કે મેન્ટેનન્સની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે તંત્ર પાસે ટ્રેનનું સંચાલન રદ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. આ મર્યાદાના કારણે રેલવે પ્રશાસનને ટ્રેન રદ્દ કરવાની ફરજ પડી છે.
રદ કરાયેલી ટ્રેનોની વિગત
•ટ્રેન નંબર 94801 (અમદાવાદ – ભુજ): 28મી સપ્ટેમ્બર 2026ના રોજ રદ રહેશે.
•ટ્રેન નંબર 94802 (ભુજ – અમદાવાદ): 28મી સપ્ટેમ્બર 2026 તેમજ 29મી સપ્ટેમ્બર 2026ના રોજ રદ રહેશે.
એક જ રેકના સંચાલન વચ્ચે ઊભી થયેલી આ પરિસ્થિતિને લીધે અમદાવાદ અને કચ્છ વચ્ચે મુસાફરી કરી રહેલા અને એડવાન્સ બુકિંગ કરાવી ચૂકેલા સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.




